click here to go to advertiser's link
Visitors :  
30-Jun-2025, Monday
Home -> Gandhidham -> LCB East caught IMFL from RO water plant Adipur Consecutive third raid in 9 month
Sunday, 11-Dec-2022 - Aadipur 34186 views
૯ માસમાં LCBએ સતત ત્રીજો દરોડો પાડી આદિપુરના RO વોટર પ્લાન્ટમાંથી શરાબ ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આદિપુરના વૉર્ડ 2-Bમાં સંતોષી માતાના મંદિર નજીક આશાપુરા ડ્રિન્કીંગ વોટર સપ્લાય નામના આરઓ પાણીના પ્લાન્ટમાં સતત ત્રીજીવાર LCBએ દરોડો પાડી વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યો છે. એક જ સ્થળે, એક જ મોડસ ઓપરેન્ડીથી ચોક્કસ શખ્સો દ્વારા શરાબનું વેચાણ થતું હોય, ક્રાઈમ બ્રાન્ચ સતત ત્રીજીવાર દરોડો પાડતી હોય ત્યારે સ્થાનિક આદિપુર પોલીસને શું કેવળ ‘પ્રસાદ’ આરોગવામાં જ રસ છે? તેવો સવાલ સહજપણે ઉઠે છે.

બાતમીના આધારે આજે સવારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આશાપુરા ડ્રિન્કીંગ વોટર પ્લાન્ટ પર દરોડો પાડી બોલેરો જીપના ચોરખાનાઓમાં છૂપાવેલી છૂટક છૂટક શરાબની બાટલીઓને પાણીના પ્લાન્ટમાં મૂકતાં મુકેશ રમેશ માલી (રહે. આદિપુર)ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

મુકેશની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું કે શરાબનો જ જથ્થો આરઓ પ્લાન્ટના માલિક રાજેશ સુંદરલાલ ટેકચંદાણી ઉર્ફે રાજુ સીંધી અને તેના માણસ સુનિલસિંગ ઊર્ફે ગોલુ માનસિંગ તોમરે મગાવ્યો હતો.

અજાણ્યો બોલેરોચાલક  ગાડી અહીં મૂકીને જતો રહ્યો હતો. બોલેરોમાં ઠેર ઠેર બનાવેલાં ચોરખાનાઓમાં શરાબની બાટલીઓ છૂપાવાઈ હતી. LCBએ ૧.૧૯ લાખના મૂલ્યની અલગ અલગ નવ બ્રાન્ડના શરાબની ૨૪૨ બોટલ, ૩ લાખના મૂલ્યની GJ-03 BV-9752 નંબરની બોલેરો જીપ વગેરે મળી ૪.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી, સ્થળ પર હાજર ના મળેલાં રાજુ સીંધી, ગોલુ અને બોલેરોચાલક વિરુધ્ધ આદિપુર પોલીસ મથકે નશાબંધી ધારાઓ તળે ફરિયાદ દાખલ કરાવી છે.

૯ માસમાં LCBની ૩ રેઈડ, પણ રાજુ ઝડપાતો નથી!

LCBએ અગાઉ ૨-૧૦-૨૦૨૨ના રોજ આ જ પ્લાન્ટમાં દરોડો પાડી શરાબની ૩૦ નંગ બોટલ સાથે ૬૫૦૦ રોકડાં રૂપિયા મળી ૨૧ હજાર ૮૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા સમયે રાજુ સિંધી અને સુનીલસિંગ ઊર્ફે ગોલુ માનસિંગ તોમર પ્લાન્ટ પર હાજર મળ્યાં નહોતાં. તો, ૧૦-૩-૨૦૨૨ની રાત્રે પણ LCBએ રેઈડ કરી આજના દરોડાની જેમ જ ચોરખાનાવાળી બોલેરો કેમ્પર (GJ-02 XX-5752) જપ્ત કરી ૨.૨૪ લાખના મૂલ્યના દારૂ-બીયરના જથ્થા સાથે કુલ ૬ લાખ ૭ હજાર ૪૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે સમયે LCBએ સ્થળ પર હાજર બોલેરોચાલક મહેન્દ્ર રબારી અને સુનીલસિંગ ઊર્ફે ગોલુને ઝડપ્યાં હતા પરંતુ સૂત્રધાર રાજુ સીંધી હાથ આવ્યો નહોતો. આમ, છેલ્લાં નવ મહિનામાં LCBએ આ વોટર પ્લાન્ટ પર ત્રણ વખત રેઈડ કરી છે અને ત્રણે વખત સૂત્રધાર રાજુ સીંધી હાથ લાગ્યો નથી.

આદિપુર પોલીસે બે માસ અગાઉની રેઈડમાં વહીવટ કરેલો?

લોકલ ક્રાઈમ બ્રાન્ચ નવ માસમાં એક જ સ્થળે ત્રણ ત્રણ વખત દરોડો પાડી શરાબ ઝડપે ત્યારે સ્થાનિકે બેઠેલી આદિપુર પોલીસને રાજુ સીંધીની ‘પ્રસાદી’ ખાવામાં જ રસ હોય તેવી શંકા સહજપણે ઉઠે છે. આદિપુર પોલીસે બે મહિના અગાઉ આ જ સંદર્ભે કરેલો એક કેસ પણ શંકાના દાયરામાં આવ્યો છે.

બે મહિના અગાઉ ૩૦-૧૦-૨૦૨૨ના રોજ આદિપુર પોલીસે સુનિલસિંગ ઊર્ફે ગોલુ તોમરને આરઓ પ્લાન્ટ નજીકથી ૬૧૫૦ના મૂલ્યની ૯ બોટલ શરાબ સાથે ઝડપ્યો હતો. પરંતુ, પોલીસે આરઓ પ્લાન્ટમાં કોઈ તપાસ કરી નહોતી અને રાજુ સીંધીના બદલે કેવળ સુનિલસિંગ સામે ગુનો નોંધ્યો હતો!

જિલ્લા પોલીસ વડા ૩૦-૧૦-૨૦૨૨ના રોજ થયેલાં તે દરોડા અંગે (FIR નંબર ૨૦૫૪૭) અંગે ગહન તપાસ કરાવે તો તેમાં થયેલાં ‘વહીવટ’ની વિગતો બહાર આવી શકે તેમ છે. પેંધી પડેલાં આવા આરોપીઓ પોલીસના ‘પાસા’ના દાયરામાંથી કેમ છટકી જાય છે તે પણ એક સવાલ છે. જો સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ સંબંધિત પોલીસ મથકના બીટ ઈન્ચાર્જ, પીઆઈ કે પીએસઆઈની બેદરકારી નક્કી કરાઈ તેમની વિરુધ્ધ એક્શન લેવાતાં હોય તો આવા ક્લાસિક કેસમાં LCBના દરોડા બાદ એસપી શા માટે સ્થાનિક પોલીસ કર્મચારીઓના પૂછાણાં લઈ નસીહતરૂપ કામગીરી કરતાં નથી તે પણ મોટો સવાલ છે.

Share it on
   

Recent News  
સામખિયાળીથી મોરબી જઈ રહેલા ટેન્કરમાંથી LCBએ ૭૮.૨૫ લાખનો જંગી ઈંગ્લિશ દારૂ ઝડપ્યો
 
ગોધરાની યુવતીની ઘાતકી હત્યા કરનાર ઝનૂની પ્રેમીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ
 
પ્લેન ક્રેશમાં મરણ પામેલા દહીંસરાના યુવકના DNA મેચઃ ૧૬મા દિવસે ગામમાં અંતિમવિધિ