click here to go to advertiser's link
Visitors :  
16-Jul-2025, Wednesday
Home -> Gandhidham -> East Kutch LCB caught big haul of IMFL worth Rs 78.25 Lakh at Samkhiyali
Sunday, 29-Jun-2025 - Samkhiyali 25489 views
સામખિયાળીથી મોરબી જઈ રહેલા ટેન્કરમાંથી LCBએ ૭૮.૨૫ લાખનો જંગી ઈંગ્લિશ દારૂ ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સામખિયાળી મોરબી હાઈવે પરથી પસાર થઈ રહેલા વિદેશી દારૂ ભરેલાં ટેન્કરને ઝડપી પાડીને તેમાંથી ૭૮.૨૫ લાખની કિંમતનો જંગી શરાબ જપ્ત કરી ટેન્કર ડ્રાઈવરની ધરપકડ કરી છે. રાજસ્થાનનો ડ્રાઈવર પંજાબના જલંધરથી દારૂ ભરેલું ટેન્કર લઈ માલ સપ્લાય કરવા મોરબી જતો હતો ત્યારે બાતમીના આધારે LCBની ટીમે તેને અધવચ્ચે આંતરી લીધો હતો.

બાતમીના આધારે LCBએ ગત સાંજે સામખિયાળીથી પસાર થઈ રહેલા GJ-06 AZ-9223 નંબરના ટેન્કરને અટકાવી તલાશી લેતાં તેમાંથી આ જંગી દારૂ મળી આવ્યો હતો.

વિવિધ બ્રાન્ડની વ્હિસ્કીનો જથ્થો જપ્ત

પોલીસે ઑલ સીઝન, રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગ અને મૅકડોવેલ્સ નંબર વન બ્રાન્ડની ૭૫૦ એમએલની ૩૫૨૮ બોટલ અને ૧૮૦ એમએલની ૧૧૨૮૦ બોટલ મળી કુલ ૭૮.૨૫ લાખના શરાબની બાટલીઓ જપ્ત કરી હતી. શરાબનો જથ્થો પંજાબના મોહાલીની ડિસ્ટલરીનો છે.

પંજાબનો માલ મોરબીમાં ડિલિવર કરવાનો હતો

પોલીસે ઝડપેલાં ડ્રાઈવર જગદીશ ડારા (બિશ્નોઈ) (રહે. ઝાલોર, રાજસ્થાન)એ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું કે સંજયસિંહ વિજેન્દરસિંહ (સીકર, રાજસ્થાન) અને ધીરસિંહ સુભાષ રેવાડ (રહે. ઝુંઝનુ, રાજસ્થાન)એ ટેન્કરમાં દારૂ ભરાવ્યો હતો.

પંજાબના જલંધરથી દારૂ ભરેલું ટેન્કર કાળુ બિશ્નોઈ (રહે. ઝાલોર)એ તેને આપેલું. ટેન્કરને મોરબી પહોંચાડ્યા બાદ તેમને ફોન કરવાનો હતો પરંતુ પોલીસે અધવચ્ચે તેને આંતરી લીધો. ટેન્કરનો માલિક અમરેલીના રાજુલાનો ગોપારામ છોગારામ છે.

ડ્રાઈવરના કબજામાંથી મળી આવેલાં ૧૦-૧૦ હજારના બે મોબાઈલ ફોન, ૫૫૦૦ રુપિયા રોકડાં અને ૩૦ લાખનું ટેન્કર વગેરે મળી પોલીસે કુલ ૧ કરોડ ૮ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે સામખિયાળી પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ગુનો દાખલ કરાવ્યો છે. સફળ કામગીરીમાં પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ ડી.જી. પટેલ અને ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ જોડાયો હતો.

Share it on
   

Recent News  
મહિને ૨૦ હજાર માંગતા VTV ને INDIA TVના બે તોડબાજ પત્રકારની ‘ચાકી’ LCBએ ઢીલી કરી
 
બુલેટ ટ્રેન શરૂ થાય ત્યારે ખરી પણ કંડલામાં દેશની પહેલી મેગ્નેટિક રેલ દોડશે
 
માંડવીઃ પિતા પુત્ર પર ઍસિડ એટેક બદલ આધેડને સેશન્સે પાંચ વર્ષનો કારાવાસ ફટકાર્યો