click here to go to advertiser's link
Visitors :  
16-Jun-2025, Monday
Home -> Gandhidham -> Gandhidham police caught 21 gamblers including 13 females in three raids
Sunday, 15-Jun-2025 - Gandhidham 1553 views
ગાંધીધામમાં વિવિધ ૩ દરોડામાં જાહેરમાં જુગાર રમતી ૧૩ મહિલા સહિત ૨૧ ખેલી ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં આજે એ અને બી ડિવિઝન પોલીસે વિવિધ ત્રણ સ્થળે દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતી ૧૩ મહિલાઓ અને ૮ પુરુષ સાથે ૨૧ લોકો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે. પોલીસે ત્રણે દરોડામાં ૬૫ હજાર ૮૧૦ રોકડાં રૂપિયા અને ૪૫ હજારના ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે.

♦ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આજે સાંજે પોણા પાંચ વાગ્યે ભારતનગર પાસે જનતા કોલોનીમાં તાશના પત્તાથી જાહેરમાં નાણાંની હારજીતનો જુગાર રમતી ૬ મહિલા અને બે પુરુષ મળી ૮ ખેલીઓની ૧૧,૪૦૦ રોકડ રુપિયા સાથે અટક કરી હતી. ઝડપાયેલાં ખેલીઓમાં રાધિકાબેન પ્રતીકભાઈ ગજરા (ભાનુશાળી), અશોકભાઈ તારાચંદભાઈ મેઘાણી, અમિતભાઈ કનૈયાલાલ ભાનુશાળી, મધુબેન હરિલાલ સથવારા, મીનાબેન જગદીશભાઈ ગજરીયા (રાજપૂત), સવિતાબેન લાલજીભાઈ સથવારા, જ્યોતિબેન પરસોત્તમભાઈ લાલવાણી (સિંધી) અને મંજુલાબેન રમેશભાઈ સથવારાનો સમાવેશ થાય છે.

♦અડધો કલાક બાદ એ ડિવિઝન પોલીસે સવા પાંચ વાગ્યે શહેરના વૉર્ડ નંબર ૧૨-સી, પ્લોટ નંબર ૭૩માં ગંજીફાના બાવન પત્તાના સહારે નાણાંને ગજવાની અંદર બહાર કરતાં ૪ પુરુષ અને ૪ સ્ત્રી મળી ૮ ખેલીને ૪૪,૨૧૦ રોકડાં રૂપિયા અને ૪૫ હજારના મૂલ્યના ૩ મોબાઈલ ફોન મળી કુલ ૮૯,૨૧૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપ્યાં હતા. પોલીસને ઝપટે ચઢેલાં ખેલીઓમાં લક્ષ્મીબેન ઠાકુરદાસ હુંધલાણી (સિંધી), રાજશ્રીબેન મોહનભાઈ પરિહાર, સેજલબેન મોહનભાઈ સોની, અજયભાઈ રામજીભાઈ વરુ, બળવંતભાઈ કેવલરામ ઠક્કર, યશપાલ શ્રીપ્રેમાનંદ શર્મા, મનોહરભાઈ રાજુભાઈ શેટ્ટી અને કલાબેન બળવંતભાઈ ઠક્કરનો સમાવેશ થાય છે. રાજશ્રીબેન, અજયભાઈ બળવંતભાઈ, કલાબેન અને મનોહર શેટ્ટી સિનિયર સિટીઝન છે.

♦ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સાંજે પોણા પાંચ વાગ્યે શહેરના કાર્ગો યાદવનગરમાં ગલી નંબર બેમાં જાહેરમાં બાવન પત્તાની મદદથી નસીબ આડેનું પાંદડું બદલવાની મથામણ કરી રહેલી ત્રણ મહિલા અને બે પુરુષ સહિત પાંચ ખેલીઓને ૧૦ હજાર ૨૦૦ રોકડાં રૂપિયા સાથે ઝડપી પાડ્યાં હતા. ઝડપાયેલા ખેલીઓમાં હારુન જુસબ કુંભાર, ભોલા ઈંદર પાસવાન, હનિફાબેન અકબર પઠાણ, પ્રેમિલાબેન નાગદેવ કોલી અને હેતલબેન નારણભાઈ લુહારનો સમાવેશ થાય છે.

Share it on
   

Recent News  
લાકડીયા નજીક અજાણી કમભાગી માતાએ નવજાત દીકરાને ઉકરડામાં જીવતો ત્યજી દીધો
 
અફીણ વાવનાર ગેડીના શખ્સે ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી ભુજ NDPS કૉર્ટે ફગાવી
 
પ્લેન ક્રેશનું રાઝ ખોલતું ‘બ્લેક બોક્સ’ ખરેખર બ્લેક હોય છે? તપાસ ખાવાનો ખેલ નથી