click here to go to advertiser's link
Visitors :  
15-Jun-2025, Sunday
Home -> Bhuj -> Bhuj NDPS Court refuse to grant regular bail after chargesheet
Saturday, 14-Jun-2025 - Bhuj 3400 views
અફીણ વાવનાર ગેડીના શખ્સે ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી ભુજ NDPS કૉર્ટે ફગાવી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાપરના ગેડી ગામે અફીણની ખેતી કરતા, મોટી માત્રામાં પોસ ડોડા અને અફીણના છોડ સાથે ઝડપાયેલા ૪૧ વર્ષિય આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી ભુજની ખાસ NDPS કૉર્ટે ફગાવી દીધી છે. બાતમીના આધારે રાપર પોલીસે ગત ૧૦-૧૧ માર્ચની રાત્રે ગેડી ગામે પરબત પાંચાભાઈ સિંધવના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરમાંથી પોલીસે ૬૦ હજારના મૂલ્યના ૨૦ કિલો પોસ ડોડા અને તેણે બે ખેતરોમાં વાવેલાં ૧.૭૫ લાખના મૂલ્યના ૫૮ કિલો અફીણના છોડ કબજે કરેલાં.

પરબતે ગામના વિસા માદેવા રાઠોડને આપેલા ૧૭ કિલો પોસ ડોડા પણ જપ્ત કરાયાં હતા.

આ ગુનામાં ત્રણ માસથી જેલમાં કેદ પરબતે ચાર્જશીટ રજૂ થયા બાદ ભુજની ખાસ કૉર્ટમાં રેગ્યુલર બેઈલ એપ્લિકેશન કરી હતી.

જો કે, ઝડપાયેલો જથ્થો કૉમર્સિયલ ક્વૉન્ટિટીનો હોવાનું, પોલીસે આરોપીની કૉન્સિયસ પઝેશનમાંથી માદક પદાર્થ કબજે કર્યો હોવાનું, ગુનો ૨૦ વર્ષની સજાને પાત્ર ગંભીર ગુનો હોવાનું, ગુનો સમાજ વિરોધી હોવાનું તથા સમાજમાં આજકાલ આ પ્રકારના કેસો વધી રહ્યાં છે તેમ જણાવીને વિશેષ કૉર્ટના જજ વિરાટ બુધ્ધાએ અરજી ફગાવી દીધી છે.

Share it on
   

Recent News  
લાકડીયા નજીક અજાણી કમભાગી માતાએ નવજાત દીકરાને ઉકરડામાં જીવતો ત્યજી દીધો
 
પ્લેન ક્રેશનું રાઝ ખોલતું ‘બ્લેક બોક્સ’ ખરેખર બ્લેક હોય છે? તપાસ ખાવાનો ખેલ નથી
 
મુંદરા ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી પીઆઈને જામીન પર છોડવા હાઈકૉર્ટનો હુકમ