click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Gandhidham -> Gandhidham police arrests prime accused in fraud case
Monday, 09-Jun-2025 - Gandhidham 87620 views
ગાંધીધામઃ ‘એક કા તીન’ના નામે ઠગાઈ કરનારા સૂત્રધારને પકડી પોલીસે ભારે કલમો લગાડી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ઈન્સ્ટાગ્રામ પર નોટોના બંડલોનો વીડિયો મૂકીને એકના બે કે ત્રણ ગણાં રૂપિયા આપવાની લાલચ આપીને સુરતના યુવકને ગાંધીધામ બોલાવી ૫૦ હજાર રૂપિયાની ઠગાઈ કરવાના ગુનામાં ગાંધીધામ પોલીસે સૂત્રધારની ધરપકડ કરી છે. એટલું જ નહીં, પોલીસે સૂત્રધાર સહિત ત્રણ આરોપી સામે ટોળકી બનાવી, કાવતરું રચીને સંગઠિત અપરાધ આચરવા સબબની ભારેખમ કલમો ઉમેરી છે.

પશ્ચિમ કચ્છમાં તાજેતરમાં એસપી વિકાસ સુંડાએ રાજકીય આકાના ઈશારે આ જ પ્રકારે દસ લાખની ઠગાઈ કરનારી ચીટર ટોળકીને ખુલ્લેઆમ છાવરીને, કોઈ જ ફરિયાદ દાખલ કર્યા વગર આરામથી જવા દીધી છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે કરેલી આ કડક કાર્યવાહી પબ્લિક માટે જ નહીં પશ્ચિમ કચ્છ પોલીસ માટે પણ સૂચક છે.

પાંચમી જૂને ફરિયાદ દાખલ થયેલી

સુરતના હસન અન્સારીએ પોતાની સાથે પચાસ હજારની ઠગાઈ થઈ હોવાની પાંચમી જૂને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે અંજારના અલી અસગર સુલેમાન શેખ અને અલ્તાફ ઈબ્રાહિમશા શેખ નામના ચીટરો સામે ફરિયાદ નોંધાવેલી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર મોહનભાઈ ડી. ચૌધરીએ બનાવને ગંભીરતાથી લઈને ચોવીસ કલાકમાં જ બંને આરોપીની ૩૦ હજાર રોકડાં રૂપિયા, ગુનામાં વપરાયેલી મોટર સાયકલ અને ૩ મોબાઈલ ફોન મળી ૬૦ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી લીધી હતી.

અંજારનો સૂત્રધાર મામદશા બરાબરનો ફીટ થયો

પોલીસની ‘વિશિષ્ટ સરભરા’ દરમિયાન બેઉ જણે ગુનાની મોડસ ઓપરેન્ડી અને ગુનામાં વપરાયેલી નકલી નોટો અંજારના રીઢા ચીટર મામદશા જુસબશા શેખ (રહે. શેખ ટીંબો) પાસેથી મેળવી હોવાની કબૂલાત કરેલી. જેના પગલે ગાંધીધામ પોલીસે મામદશાની ધરપકડ કરી છે. મામદના કબજામાંથી પોલીસે પેપર કટિંગ મશિન, નકલી નોટોના બંડલો, તેને રંગવા માટેની પીંછી અને કલરના બે ડબ્બા વગેરે મળી ૬૪૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મામદશા સામે ભૂતકાળમાં છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતના સંખ્યાબંધ ગંભીર ગુના દાખલ થયેલાં છે. તે આ રીતે સિન્ડિકેટ બનાવીને ગુના આચરવા માંડ્યો હોઈ પોલીસે ભારેખમ કલમો ઉમેરી છે.

હજુ પણ તેની ગેંગના અન્ય સાગરીતોની ધરપકડ થવાની શક્યતાઓ છે. પોલીસે આ મોડસ ઓપરેન્ડીથી ગુનાનો ભોગ બનેલાં લોકોને નિશ્ચિંતપણે ફરિયાદ નોંધાવવા આગળ આવવા અનુરોધ કર્યો છે.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત