click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Mundra -> Adani Mundra Airport commences commercial flight services
Tuesday, 23-Jun-2026 - Mundra 17386 views
કચ્છની હવાઈ સેવાની ક્ષિતિજ વિસ્તરીઃ મુંદરામાં આજથી અત્યાધુનિક એરપોર્ટનો શુભારંભ
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ સી પોર્ટથી દેશ-વિદેશના નકશા પર અંકિત થયેલા મુંદરામાં આજથી એરપોર્ટનો શુભારંભ થયો છે. આજથી મુંદરા એરપોર્ટથી મુંબઈ અને ગોવાને જોડતી પ્રથમ શિડ્યુલ્ડ ફ્લાઇટ સેવાનો શુભારંભ થયો છે. સ્ટાર એર સાથે વ્યૂહાત્મક સહયોગમાં થયેલું આ મહત્વનું હવાઈ જોડાણ સંપૂર્ણ સંકલિત, મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબમાં પરિવર્તિત થવા સાથે કચ્છની નવી આર્થિક સંભાવનાઓના દ્વાર ખોલશે.
મુંદરાથી દેશના અન્ય શહેરો સાથે સીધી હવાઈ સેવા

મુંદરાના અત્યાધુનિક ટર્મિનલ ઉપરથી સ્ટાર એર દ્વારા આઠ નવી હવાઈ સેવાઓના આરંભ સાથે વેપાર, વાણિજ્ય, લોજિસ્ટિક્સ અને પર્યટન માટે મુસાફરીનો સમય ઘટાડતા એક્સપ્રેસ કોરિડોરનું નિર્માણ થશે. ભારતના સૌથી મોટાં મુંદરા બંદરની આર્થિક ગતિવિધિને બળ મળશે. સ્ટાર એર મારફત મુંદરાને જોડનારાં અન્ય શહેરોમાં હિંડન (નવી દિલ્હી એનસીઆર), સુરત, બેલગાવી (કર્ણાટક બેલગામ), બેંગાલુરુ, કોલ્હાપુર અને નાંદેડનો સમાવેશ થાય છે.

૧૯૦૦ મીટરના રન-વેથી કાર્ગો પ્લેન્સનું પણ સંચાલન થશે

અદાણી ગ્રુપના નીવડેલાં વિકાસ મોડેલની તર્જ પર નિર્માણ પામેલું મુંદરા એરપોર્ટ ૧૯૦૦ મીટર લાંબો રન-વે ધરાવે છે. ભાવિ વિકાસને ધ્યાને રાખીને બનેલાં આ રન-વે પરથી પેસેન્જર ફ્લાઈટ્સ ઉપરાંત કાર્ગો પ્લેન્સનું પણ સંચાલન થઈ શકશે. વિશાળ પાર્કિંગ, બહુવિધ ચેક ઇન કાઉન્ટર્સ, આરામદાયક લૉન્જ અને ફુલ-સર્વિસ ફૂડ કૉર્ટ વ્હિલચેરની સુવિધાઓ સાથે પેસેન્જર ડ્રોપ-ઑફ્ફ ઝોન સહિતની સવલત ધરાવતું આધુનિક એરપોર્ટ ટર્મિનલ કચ્છમાં વિકાસની નવીન તકોની ક્ષિતિજને વિસ્તારશે.

વિવિધ એરપોર્ટ્સના સંચાલનની કુશળતાનો મળશે લાભ

ભારતના સૌથી મોટા ખાનગી બંદર મુંદરા અને સૌથી મોટાં મલ્ટી-પ્રોડક્ટ મુંદરા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આસપાસ આ હવાઈ માર્ગનો પ્રારંભ આયાત-નિકાસની પ્રવૃત્તિનું કેન્દ્ર એવા ભારતની આર્થિક ઉન્નતિને ઊર્જા આપવા માટેનું એક વ્યૂહાત્મક પગલું છે. નવી મુંબઈ, મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનૌ, તિરુવનંતપૂરમ્, મેંગલુરુ અને ગુવાહાટી મળી  વિશ્વકક્ષાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનમાં અદાણી જૂથની કુશળતાનું અહીં પણ શ્રેષ્ઠ સમાયોજન થશે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!