click here to go to advertiser's link
Visitors :  
23-Jun-2026, Tuesday
Home -> Bhuj -> Bhuj Spcl Court orders 20 year RI to POCSO convict
Tuesday, 23-Jun-2026 - Bhuj 1321 views
૧૫ વર્ષની કિશોરીના અપનયન અને દુષ્કર્મના ગુનામાં યુવકને ૨૦ વર્ષનો સખ્ત કારાવાસ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૫.૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી અપનયન કરીને લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં ભુજની ખાસ પોક્સો કૉર્ટે દોષી યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે ૫૮ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. બનાવ અંગે ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ માનકૂવા પોલીસ મથકે મોહસીન અબ્દ્રેમાન હિંગોરા (ઉ.વ. ૨૩, રહે. સેડાતા, ભુજ) વિરુધ્ધ માનકૂવા પોલીસ મથકે પોક્સો સહિતની ધારાઓ તળે ફરિયાદ દાખલ થયેલી.

ભોગ બનનાર કિશોરી પિતા જોડે શાકભાજીની લારી પર જતી હતી. તે સમયે મોટર સાયકલથી અવારનવાર ત્યાં આવીને મોહસીને તેને પ્રેમજાળમાં ફસાવેલી. એકવાર તેને રાત્રે એકલી બોલાવીને કિશોરીની મરજી વિરુધ્ધ શારીરિક સંબંધ બાંધેલો.

ત્યારબાદ ૩૧ ઑગસ્ટ ૨૦૨૫ની પરોઢે કિશોરીને લગ્નની લાલચ આપી અપનયન કરીને અંજાર, ગાંધીધામ લઈ ગયેલો. અહીં રેલવે ફાટક પાસે બાવળની ઝાડીમાં મોહસીને વધુ એકવાર દુષ્કર્મ આચરેલું.

ભુજ કૉર્ટે ૨૩ દસ્તાવેજી પુરાવા અને ૧૨ સાક્ષીઓ તપાસીને વિશેષ જજ જે.એ. ઠક્કરે મોહસીનને POCSO Actની કલમ ૫ (એલ), ૬ મુજબ ૨૦ વર્ષનો સખ્ત કારાવાસ અને ૫૦ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. એ જ રીતે, BNSની કલમ ૮૭ હેઠળ ૫ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ હજાર રૂપિયા દંડ તથા કલમ ૧૩૭ તળે ૫ વર્ષની સખ્ત કેદ સાથે ૩ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.

ગુનાનો ભોગ બનનાર કિશોરીને કૉર્ટે ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવા DLSAને હુકમ કર્યો છે.

આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ સાક્ષીઓ તપાસી દલીલો કરેલી. કાયદા સહાયક તરીકે એડવોકેટ માલશ્રી ગઢવીએ સેવા આપેલી,

Share it on
   

Recent News  
કચ્છમાં મુસ્લિમોના મકાનો અને ધર્મસ્થાનો તોડી પાડવાની કામગીરી એકતરફી અને અન્યાયી
 
સગાઈ તોડી દીધી છતાં યુવક અને તેના પરિવારે લગ્નની જીદ્દ પકડી યુવતીનું અપહરણ કર્યુ
 
રીઢા બૂટલેગર અને તેની ગેંગનો પિસ્તોલ સહિતના હથિયારોથી પડોશી પરિવાર પર ઘાતક હુમલો