click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Gandhidham -> Gandhidham mobile trader cheated of Rs 22.70 lakh by Rajsthani friend
Tuesday, 26-May-2026 - Gandhidham 19412 views
ગાંધીધામઃ મોબાઈલ ફોનના વેપારીને મિત્રને મદદ કરવી મોંઘી પડીઃ ૨૨.૭૦ લાખ ગુમાવ્યાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં મોબાઈલના વેપારીને સાથી વેપારી મિત્ર ૨૨.૭૦ લાખનો ચૂનો ચોપડી ગયો છે. શહેરના વૉર્ડ નંબર ૧૨-એમાં રહેતા અને ડી-ફાઈવ ખાતે મોબાઈલ ફોનની લે-વેચની શોપ ધરાવતા શકરાભાઈ પટેલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. નજીકના ચાવલા ચોકમાં એકતા ટેલિકોમ નામથી મોબાઈલના સ્પેર પાર્ટસ અને એક્સેસરીઝની દુકાન ચલાવતા શેરસિંહ રણછોડસિંહ (રહે. મૂળ ઝાલોર, રાજસ્થાન) સાથે ધંધાના નાતે ફરિયાદીને મિત્રતા હતી.
ફરી દુકાન શરૂ કરવા મદદ માગેલી

કોવિડ સમયે શેરસિંહે દુકાન બંધ કરી નાખેલી. લાંબા સમય બાદ ગત વર્ષે ડિસેમ્બરમાં શેરસિંહ ફરિયાદીને મળેલો. પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાનું અને જો ફરિયાદી સપોર્ટ કરે તો પોતે ફરી મોબાઈલ પાર્ટસ અને એક્સેસરીઝનો ધંધો શરૂ કરવા ઈચ્છતો હોવાનું જણાવેલું.

મિત્રએ પોતાનો માલ અને જગ્યા આપી

ફરિયાદીએ તેને પોતાની દુકાનનો પાછળનો ભાગ કે જેમાં મોબાઈલ એક્સેસરીઝ અને સ્પેર પાર્ટસનો સ્ટોક પડ્યો હતો ત્યાં જ દુકાન શરૂ કરવા જણાવેલું.

બેઉ વચ્ચે દુકાનનું માસિક ભાડું ૧૦ હજાર રૂપિયા નિયત થયેલું. દુકાનમાં પડેલા માલની કિંમત ૨૭.૪૦ લાખ નક્કી કરાઈ હતી.

શેરસિંહે ૧૫-૧૨-૨૦૨૫ના રોજ ફરિયાદીને પાંચ લાખ રૂપિયા આપેલા અને બાકીના ૨૨.૪૦ લાખ રૂપિયા મે ૨૦૨૬ સુધીમાં ચૂક્તે કરી દેવાનો વાયદો કરીને એકતા સેલ્સ નામથી દુકાન શરૂ કરેલી. નાણાંની લેતી-દેતી અંગેનું ગત એપ્રિલ માસમાં વકીલ પાસે લખાણ પણ કર્યું હતું.

રૂપિયા આપ્યા વગર રાજસ્થાન રવાના થઈ ગયો

દુકાન શરૂ કર્યાં બાદ છેલ્લાં ત્રણ માસથી શેરસિંહે ભાડું ચૂકવતો નહોતો. ૧૯ એપ્રિલના રોજ પૈસાની વ્યવસ્થા કરવા માટે ગામડે જઉં છું તેમ કહીને નીકળી ગયેલો. ફરિયાદી તેને દુકાનના ભાડા અને લેવાના બાકી નીકળતાં ૨૨.૪૦ લાખ રૂપિયા માટે અવારનવાર ફોન કરતો હતો પરંતુ તે ફોન ઉપાડતો નહોતો. એકવાર તો ફોન ઉપાડીને હવે ફોન કર્યો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને કટ કરી દીધેલો. તેનો મોબાઈલ પણ હવે બંધ થઈ ગયો છે. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો તળે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત