click here to go to advertiser's link
Visitors :  
27-Jul-2026, Monday
Home -> Gandhidham -> Gandhidham Man Robs Own Family Escapes with BMW and Cash Jewellery Worth Lakhs
Monday, 27-Jul-2026 - Gandhidham 1959 views
ગાંધીધામમાં સગો દીકરો રોકડાં દોઢ લાખ, ૫.૫૫ લાખના ઘરેણાં ચોરી BMW કાર હંકારી ગયો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં માતા પિતા સાથે રહેતો ૨૧ વર્ષનો દીકરો પિતાની ગેરહાજરીમાં ઘરમાંથી ૫.૫૫ લાખના સોનાના ઘરેણાં, ૧.૫૦ લાખ રોકડાં રૂપિયા ચોરીને પિતાની ૨૫ લાખની BMW કાર હંકારીને મુંબઈ ભાગી ગયો છે. સગાં સંબંધીઓ જોડે ચર્ચા કર્યાં બાદ સગાં પિતાએ પુત્ર વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

શહેરના સુભાષનગરમાં રહેતા વેપારી રામજીભાઈ રાજપુતે પોલીસને જણાવ્યું કે ૨૦ જૂલાઈની સવારે તેઓ કામસર અમદાવાદ જવા નીકળેલાં ત્યારે સવારે ૧૧ના અરસામાં તેમનો પુત્ર પ્રહ્લાદ BMW કાર લઈને ઘરેથી નીકળી ગયેલો.

મોડી રાત સુધી પરત ના ફરતાં પત્નીએ તેમને જાણ કરેલી કે પ્રહ્લાદ સવારનો કાર લઈને નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો નથી. ઘરના કબાટ અને તીજોરીના લૉક પણ તૂટેલી હાલતમાં છે.

ફરિયાદીના મોટા પુત્રએ નાના ભાઈને ફોન કરતાં પોતે મુંબઈ ગયો હોવાનું જણાવીને ફોન બંધ કરી દીધો હતો. ફરિયાદીએ ઘરે આવીને તપાસ કરતાં દોઢ લાખ રોકડાં, સોનાની ત્રણ વીંટીઓ, ત્રણ ચેઈન, બ્રેસલેટ, સોનાની રૂદ્રાક્ષની માળા વગેરે મળી ૫.૫૫ લાખના ઘરેણાં ગુમ હતા. જમીનને લગતાં કેટલાંક અસલ દસ્તાવોજો પણ ગાયબ છે. પોતાનો દીકરો જ રુપિયા અને ઘરેણાં ચોરીને, ૨૫ લાખની BMW કાર હંકારીને નાસી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Share it on
   

Recent News  
કચ્છમાં વધુ એકવાર SMC ત્રાટકીઃ ગાગોદર નજીક ૪૮.૩૫ લાખનો દારૂ ભરેલું ટ્રેલર પકડાયુ
 
ગાંધીધામના મચ્છુનગર પુલિયા નજીક અડધા કરોડનો ઈંગ્લિશ દારૂ ભરેલું ટેન્કર પકડાયું
 
ભુજમાં ગેરકાયદે સગીર બાળકોને આશ્રય આપતી કેરળની સંસ્થાના સંચાલકને કૉર્ટનો ઝટકો