કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ મોબાઈલ ઈન્ટરનેટના યુગમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ અતિશય વધી ગયું છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ગત એપ્રિલના એક જ માસમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલાં લોકોને કાનૂની મદદ કરીને ૯૧.૭૨ લાખ રૂપિયાની રકમ પરત અપાવી છે. ઓનલાઈન છેતરપિંડીના બનાવોને તત્કાળ રોકવા માટે સાયબર આશ્વસ્ત આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જે લોકો સાયબર ફ્રોડ સંદર્ભે ૧૯૩૦ નંબર પર ફરિયાદ નોંધાવે કે તુરંત સંબંધિત એકમો એક્શનમાં આવીને જે બેન્કના ખાતામાં નાણાં ટ્રાન્સફર થયાં હોય તે બેન્કને નાણાં ફ્રીઝ કરવા નોટિસ-સૂચના આપે છે. જો કે, આ નાણાં પરત મેળવવા માટે ભોગ બનનાર વ્યક્તિએ કૉર્ટ કાર્યવાહી કરવી પડે છે. એપ્રિલના એક જ માસમાં ફક્ત પૂર્વ કચ્છમાં જ આ રીતે અનેક લોકોએ એક કરોડથી વધુ રૂપિયા ગૂમાવ્યાં હતાં. જે પૈકી ફ્રીઝ થયેલી ૯૧.૭૨ લાખ રૂપિયાની રકમ પરત મેળવવા સાયબર ક્રાઈમ પોલીસે તેમને કૉર્ટમાં અરજી કરાવી ઝડપથી કાયદાકીય કાર્યવાહી કરવામાં મદદ કરી કૉર્ટના હુકમથી આ નાણાં તેમના બેન્ક ખાતાઓમાં પરત મેળવી અપાવ્યાં છે.
Share it on
|