કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ વરસાદે નવરાત્રિની સાથે દશેરાની ઉજવણીના રંગમાં પણ ભંગ પાડ્યો છે. ગાંધીધામમાં અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે કરાતા રાવણ દહનનો કાર્યક્રમ આજે રદ્દ કરવો પડ્યો છે.
Video :
બપોરે બે વાગ્યા બાદ મેઘમાલાના લાવલશ્કર સાથે ત્રાટકેલા ઈન્દ્રદેવના વરસાદી તીરે રાવણના પૂતળાને વીંધી નાખતાં ૬૫ ફૂટ ઊંચુ પૂતળું ધરાશાયી થઈ ખંડિત થઈ ગયું હતું. રાવણ સાથે ૬૦-૬૦ ફૂટના મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાના દહનનું પણ આયોજન કરાયેલું.
વરસાદના લીધે સમગ્ર આયોજન પર પાણી ફરી વળ્યું હતું અને કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો હતો. મેદાન પર હાજર સ્વયંસેવકોએ ધરાશાયી થયેલા પૂતળાઓમાં રાખેલા ફટાકડાંને સળગાવીને પ્રતીકાત્મક દહન કર્યું હતું.