click here to go to advertiser's link
Visitors :  
12-May-2024, Sunday
Home -> Gandhidham -> Cyber fruad in Gandhidham Housewife loses 2.39L to get back ticket refund
Saturday, 27-Apr-2024 - Gandhidham 23080 views
ગાંધીધામથી અમદાવાદ જવા બૂક કરાવેલી ટિકિટ ગૃહિણીને ૨.૩૯ લાખ રૂપિયામાં પડી!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સાયબર ફ્રોડથી બચવા પોલીસ ગૂગલ પર જઈને કસ્ટમર કેર નંબર સર્ચ નહીં કરવાની સલાહ આપે છે. પરંતુ, કોઈ કંપનીની ઑથોરાઈઝ્ડ એપમાં દર્શાવેલા કસ્ટમર કેર નંબરથી ફ્રોડ થાય તો? આ કિસ્સો વાંચીને તમે બે ઘડી વિચારમાં પડી જશો. ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષિય રૂપલબેન વાલજીભાઈ બારોટે ૨૮-૦૩-૨૦૨૪ની રાત્રે તેમના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરેલી જાણીતી ટ્રાવેલ એજન્સી ‘મેક માય ટ્રીપ’ની એપથી ગાંધીધામથી અમદાવાદ જતી પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસની ટિકિટ બૂક કરાવેલી.

ટિકિટ ભાડાં પેટે ગૂગલ પેથી ૭૦૬ રૂપિયા કપાઈ ગયેલાં. પરંતુ, ટિકિટ બૂક ના થતાં તેમણે રીફંડ મેળવવા એપની અંદર કસ્ટમર કેર નંબર સર્ચ કરતાં એક મોબાઈલ નંબર જોવા મળ્યો હતો.

આ મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં સામે રહેલાં શખ્સે તેમને સામેથી વીડિયો કૉલ કરી, ફોનનો સ્ક્રિન શૅર કરાવી, બેન્કના ડેબિટ ક્રેડિટ કાર્ડનો ફોટો તથા cvc નંબર મેળવી લઈને અલગ અલગ ચાર ટ્રાન્ઝેક્શન કરી ૫.૨૯ લાખ રૂપિયા પોતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધાં હતાં.

ગઠિયાઓએ ફરિયાદીનો મોબાઈલ નંબર બારોબાર અન્ય નંબર પર ફોરવર્ડ કરી દીધો હતો અને બેન્કમાં રજિસ્ટર કરાવેલું સત્તાવાર ઈ મેઈલ આઈડી પણ ચેન્જ કરી દીધું હતું. ફરિયાદીએ તુરંત સાયબર સેલનો સંપર્ક કરતાં અડધા રૂપિયા પરત જમા થયા હતા પરંતુ ૨.૩૯ લાખ રૂપિયા હજમ કરવામાં સાયબર ચીટરો સફળ રહ્યાં હતાં. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી એપ ખરેખર ઑથોરાઈઝ્ડ એપ છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ આરંભી છે.

Share it on
   

Recent News  
મુંદરામાં વકીલના બંધ ઘરમાંથી ૧૩ તોલા સોનાના ઘરેણાં અને ૮૦ હજાર રોકડાંની ચોરી
 
અંજારમાં આડા સંબંધની અદાવતમાં મિત્રોની નજર સમક્ષ યુવકનું ફિલ્મી ઢબે અપહરણ
 
એપ્રિલના એક જ માસમાં સાયબર ફ્રોડમાં ગૂમાવેલાં ૯૧.૭૨ લાખ રૂપિયા પરત અપાયાં