click here to go to advertiser's link
Visitors :  
26-May-2024, Sunday
Home -> Anjar -> Man kidnapped and beaten up over extra marital affairs in Anjar
Friday, 10-May-2024 - Anjar 26894 views
અંજારમાં આડા સંબંધની અદાવતમાં મિત્રોની નજર સમક્ષ યુવકનું ફિલ્મી ઢબે અપહરણ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં આડા સંબંધના કારણે બે સગાં ભાઈ સહિત ત્રણ શખ્સે ૨૨ વર્ષિય યુવકને મિત્રોની નજર સમક્ષ માર મારીને અપહરણ કરી જતાં પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસની ધોંસ વચ્ચે ત્રણેક કલાક બાદ આરોપીઓ અપહૃતને છોડી મૂક્યો હતો.

અંજારની જૂની કૉર્ટ સામે આવેલા વિજયનગરમાં રહેતો તુષાર નારણભાઈ કાતરીયા (સોરઠીયા) અને તેના ત્રણ મિત્રો ગાડીમાં રીવેરા ફાર્મથી અંજાર તરફ આવતા હતા ત્યારે બપોરે બાર વાગ્યાના સુમારે પાવર હાઉસ પાસે નયન સોરઠીયા અને તેની સાથે એક અજાણ્યો માણસ એક્ટિવા લઈને આવ્યાં હતાં.

બેઉ જણે ગાડી અટકાવી તેમાંથી પારસને બહાર કાઢી મુક્કા લાતોથી મુઢ માર માર્યો હતો. દરમિયાન, નયનનો ભાઈ અજય બીજી એક્ટિવા લઈને ત્યાં આવ્યો હતો. અને ત્રણે જણ તુષારને બળજબરીથી એક્ટિવા પર બેસાડી અપહરણને ક્યાંક લઈ ગયાં હતાં.

ઘટના અંગે તુષારના મિત્રોએ તેના પરિવારજનોને જાણ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આરોપીઓને શોધવા તુરંત ત્રણ ગાડીઓથી દોડધામ શરૂ કરી હતી. બીજી તરફ, પોલીસને બનાવ અંગે જાણ થઈ ગઈ હોવાનું અને તે શોધી રહી હોવાની ખબર પડ્યાં બાદ આરોપીઓ તુષારને ઘર નજીક ઉતારીને જતાં રહ્યાં હતાં. બનાવ અંગે તુષારના પિતા નારણભાઈએ નયન સોરઠીયા, અજય સોરઠીયા અને ત્રીજા અજાણ્યા યુવક સામે માર મારી અપહરણ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. નયનની પત્નીને તુષાર સાથે પ્રેમ સંબંધ હોઈ આ ગુનો આચરવામાં આવ્યો હોવાની શંકા નારણભાઈએ ફરિયાદમાં દર્શાવી છે. પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદીયાએ જણાવ્યું કે ત્રણે આરોપી નાસી છૂટ્યાં છે, તેમને ઝડપવા માટે તપાસ ચાલું છે.

Share it on
   

Recent News  
રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકો જીવતાં ભડથું
 
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
 
લોકો હનીટ્રેપની ફરિયાદ નોંધાવતાં હજારવાર વિચારશે! માધાપરના તે યુવક પર રેપની FIR