કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ શેર માર્કેટમાં રોકાણ કરીને રાતોરાત ધનપતિ બનવાના સપનાં બતાડીને સાયબર માફિયાઓએ લાકડીયા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં મહત્વની પોસ્ટ પર નોકરી કરતા યુવાનને ૫.૧૧ લાખનો ચૂનો ચોપડ્યો છે. રૂપિયા કમાવાની લાલચની લ્હાય તો જૂઓ કે જાન્યુઆરીમાં ૪.૧૧ લાખનું ચીટીંગ થયાં બાદ પણ મૂરખાએ ફેબ્રુઆરીમાં આવી જ બીજી એક ઑફર અને એપમાં વધુ ૧ લાખ ૭૦ હજાર રૂપિયાનું રોકાણ કરીને પોતે ‘ડોબો’ હોવાનું કન્ફર્મ કર્યું છે! લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે કહેવતને સાર્થક કરતી આ ઘટનામાં લાકડીયા પોલીસે આઈટી એક્ટ અને ચારસોવીસીની કલમો હેઠળ ગુનો નોંધી સાયબર ચીટરોને પકડવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદીને ફેસબૂક મારફતે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી ઊંચુ વળતર મળવાની ચીટરોએ લાલચ આપેલી. ત્યારબાદ ચીટરોએ બનાવેલાં એક વોટસએપ ગૃપમાં તે જોઈન થયો હતો. પ્રારંભે ચીટરોએ તેને રોકાણ સામે ઊંચો નફો બતાડી જાળમાં લપેટ્યો હતો.
Share it on
|