|
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરના શિણાય ડેમ વિસ્તારમાં ફરવા ગયેલાં માલી પરિવારના કૌટુંબિક ભાઈ બહેનના ડૂબી જવાથી મૃત્યુ નીપજતાં ભારે શોક છવાઈ ગયો છે. આજે સાંજે છ વાગ્યા બાદ દુર્ઘટના ઘટી હતી. સૂત્રોમાંથી મળતી પ્રાથમિક વિગતો મુજબ માલી પરિવારના પાંચેક સદસ્યો સાંજે ડેમ સાઈટ પર ફરવા ગયાં હતાં. તે સમયે ૧૯ વર્ષિય અક્ષિતા સુરેશભાઈ માલી (રહે. વૉર્ડ-૨B, આદિપુર)નો પગ લપસતાં તે ડેમમાં ડૂબવા માંડી હતી. અક્ષિતાને બચાવવા ૨૩ વર્ષિય ગૌતમ રમેશભાઈ માલી (રહે. વૉર્ડ-૪B, આદિપુર)એ પાણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં બેઉના ડૂબી જવાથી અપમૃત્યુ નીપજ્યાં હતાં. બંનેના મૃતદેહને રામબાગ હોસ્પિટલે ખસેડાયાં છે. આદિપુર પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી તપાસ હાથ ધરી છે.
Share it on
|