click here to go to advertiser's link
Visitors :  
29-Dec-2025, Monday
Home -> Gandhidham -> Bike show room sales manager booked for criminal breach of trust
Tuesday, 16-Apr-2024 - Aadipur 43204 views
આદિપુરઃ બાઈક શૉરૂમનો મેનેજર સટ્ટામાં ઘરાકોના ૩.૨૫ લાખ રૂપિયા લગાવી હારી ગયો!
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરમાં આવેલા બાઈક શો-રૂમના સેલ્સ મેનેજરે બાઈકના વેચાણ પેટે બે ગ્રાહક પાસેથી ૩.૨૫ લાખ રૂપિયા મેળવીને IPL T-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓનલાઈન સટ્ટામાં લગાડી, હારી જઈ શો-રૂમને ચૂનો ચોપડ્યો છે. પોલીસે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તેનો મોબાઈલ ચેક કરતાં ઓનલાઈન સટ્ટો રમતો હોવાનું સ્પષ્ટ થતાં તેની વિરુધ્ધ વધુ એક FIR દાખલ કરી છે!

અંજારના ગોકુલનગરમાં રહેતો ૩૬ વર્ષિય લાભુભાઈ મોહનભાઈ સુંબડ આદિપુરના DC-03માં કાર્ગો મોટર્સ સંચાલિત જાવા યેઝદી બાઈક શૉ-રૂમમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે.

IPLની ક્રિકેટ મેચોના સટ્ટાની લતે લાગી ગયેલાં લાભુએ શો-રૂમના બે ગ્રાહકો પાસેથી સવા ત્રણ લાખ રૂપિયા મેળવીને તે નાણાં નિયમ મુજબ એકાઉન્ટ વિભાગમાં જમા કરાવવાના બદલે સટ્ટામાં ‘ઉડાડી’ દીધાં હતાં.

બનાવ અંગે આધાર પૂરાવા સાથે મેનેજરે લાભુ સામે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસ લાભુને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. તેનો મોબાઈલ ફોન ચેક કરતાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ઓનલાઈન સટ્ટાબેટીંગની વેબસાઈટની લિન્ક જોવા મળી હતી. આ વેબસાઈટ મારફતે પોતે મેચ પર સટ્ટો રમતો હોવાનું લાભુએ જણાવતાં પોલીસે તેની વિરુધ્ધ જુગારધારા મુજબ વધુ એક ગુનો દાખલ કરીને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે.

Share it on
   

Recent News  
કંડલા દિનદયાળ પોર્ટ હસ્તકની સમુદ્રી ખાડીની અંદાજે ૩૦૦ એકર જમીન પાળામુક્ત કરાઈ
 
આધોઈ નજીક રીવર્સમાં દોડતા કોંક્રીટ મિક્સર હેઠળ કાકા ભત્રીજીના કચડાઈ જવાથી મોત
 
અંજારની યુવતી પાછળ હાથ ધોઈને પડી ગયેલા રીઢા ધમાને ત્રીજા કેસમાં ૪ વર્ષનો કારાવાસ