click here to go to advertiser's link
Visitors :  
15-Apr-2026, Wednesday
Home -> Gandhidham -> Balasar police caught two car carrying poppy straw worth Rs 11 Lakh
Wednesday, 25-Feb-2026 - Rapar 22997 views
બાલાસરમાં બાઈક ચાલકનું મૃત્યુ નીપજાવનાર બોલેરોમાંથી ૧૧ લાખના પોસ ડોડા ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના બાલાસર ગામે પોલીસ સ્ટેશન નજીક બાઈકચાલકને ટક્કર મારી સ્થળ પર મોત નીપજાવનારી બોલેરોમાં ૧૧ લાખ ૭ હજારની કિંમતના ૭૩ કિલોગ્રામ પોસ ડોડાનો પાઉડર (ભૂક્કો) ભરેલો હતો. એટલું જ નહીં, અકસ્માતમાં બોલેરો રોડ સાઈડમાં બાવળની ઝાડીમાં ઉતરી જતા ચાલકે આગળ જતી સ્કોર્પિયો કારના ચાલકને ફોન કરીને ગાડીમાં પોસ ડોડાનો ભૂક્કો ભરેલાં ત્રણ પોટલાં કાઢીને લઈ જવા જાણ કરેલી.

સ્કોર્પિયો કારના ચાલકે ગાડી રિટર્ન કરી, સ્થળ પર આવીને બોલેરોમાંથી એક બાચકું સ્કોર્પિયોમાં નાખ્યું ત્યાં જ પોલીસ આવી જતાં ગાડી લઈને નાઠેલો. જો કે, પીએસઆઈ વિકાસ ઝા અને તેમની ટીમે પીછો કરીને સ્કોર્પિયો કારને તુરંત આંતરી લીધી હતી. બાલાસર પોલીસે બોલેરોચાલક ભીયાંરામ દેવારામ પ્રજાપતિ અને સ્કોર્પિયો ચાલક તેજારામ જગારામ પ્રજાપતિ (બંને રહે. બાડમેર) વિરુધ્ધ એનડીપીએસની કલમો તળે ગુનો નોંધીને ૧૧ લાખના પોસ ડોડાના ત્રણ બાચકાં ઉપરાંત ૧૫ લાખના મૂલ્યની બેઉ કાર, ત્રણ મોબાઈલ ફોન મળી ૨૬.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાલાસર પોલીસ મથકની સ્થાપના બાદ એનડીપીએસ હેઠળ આ પહેલો ગુનો દર્જ થયો છે.
Share it on
   

Recent News  
ચોપડવામાં જૂની અદાવતનો ખાર રાખીને સ્કુટી પર જતા યુવક પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ
 
માંડવીમાં અત્યાચારનો ભોગ બનેલો નેપાળી યુવક તીવ્ર આઘાતથી પાગલ થઈ ગયાની ભીતિ
 
હત્યાના પ્રયાસના ગુનામાં અઢી માસથી ફરાર નુંધાતડના મુખ્ય આરોપીને આગોતરાનો ઈન્કાર