click here to go to advertiser's link
Visitors :  
05-Jun-2026, Friday
Home -> Gandhidham -> ACB Caught man accepting bribe for Vehicle fitness test certificate in Gandhidham
Friday, 05-Jun-2026 - Gandhidham 1520 views
ગાંધીધામઃ વાહનોના ફિટનેસ ટેસ્ટ અને રી-પાસિંગ બદલ લાંચ લેતો કર્મચારી ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કોમર્સિયલ વાહનોના ફિટનેસનું ટેસ્ટીંગ કરી તેનું પ્રમાણપત્ર આપવા અને રી-પાસિંગ કરી આપવા બદલ એક હજારથી દસ હજાર રૂપિયાની લાંચ લેતો આરટીઓ માન્ય ગાંધીધામના ફીટનેસ સેન્ટરનો કર્મચારી એસીબીની ટ્રેપમાં સપડાયો છે. ગાંધીધામ એ.સી.બી. પોલીસ સ્ટેશનને બાતમી મળેલી કે ગાંધીધામના મીઠીરોહરમાં આવેલા અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફીટનેસ ટેસ્ટીંગ સ્ટેશનને વાહન વ્યવહાર વિભાગમાંથી વાહનોના ફીટનેસની ચકાસણી કરવાનું કામ મળ્યું છે.
ફીટનેસ સેન્ટરમાં આવતા નાનાં મોટાં કોમર્સિયલ વાહનોના વ્હિકલ ફિટનેસ સર્ટીફિકેટ આપવા તેમજ રી-પાસિંગ  માટે કાયદેસરની ઓનલાઈન ફી ઉપરાંત અરજદારો પાસેથી એક હજારથી દસ હજાર રૂપિયા સુધીના ગેરકાયદે ઉઘરાણાં કરાય છે.

જેના આધારે એસીબીએ આજે છટકું ગોઠવીને એક વ્યક્તિને વાહનના રીપાસિંગ કરાવવા માટે જરૂરી વ્હિકલ  ફિટનેસ સર્ટીફિકેટ મેળવવા મોકલ્યો હતો.

આ વ્યક્તિ પાસેથી ફિટનેસ સેન્ટરના કર્મચારી વિક્રમસિંઘ મનદ્રુપસિંઘ જાટ (ઉ.વ. ૨૪)એ નિયત ઓનલાઈન ફી ૯૦૦ રૂપિયા ઉપરાંત વધારાના ૨૨૫૦ રૂપિયાની લાંચ માંગેલી.

એસબીએ વિક્રમને લાંચની રકમ રોકડ સ્વિકારતાં રંગેહાથ ઝડપી પાડ્યો છે. બોર્ડર એકમ એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ અને રાજકોટના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન અને સુપરવિઝનમાં ગાંધીધામ એસીબી પીઆઈ એચ.વી. ચૌધરીએ આ સફળ ટ્રેપ કરી છે.

Share it on
   

Recent News  
માંડવીઃ રહેણાક મકાનમાં દરોડો પાડી LCBએ દેશી તમંચો, એરગન સાથે હથિયારો જપ્ત કર્યાં
 
બોગસ દસ્તાવેજોથી મુંદરાના લુણીમાં કરોડોની જમીન પચાવવાના ગુનામાં આગોતરા નામંજૂર
 
સુખી સંસારમાં પલીતો ચાંપનાર પત્નીના પ્રેમીના ત્રાસથી કોટડામાં યુવકે કર્યો આપઘાત