click here to go to advertiser's link
Visitors :  
30-May-2026, Saturday
Home -> Gandhidham -> 800 Crore GST Evasion Bail Denied to Two Accused Arrested from Hyderabad by DGGI
Saturday, 11-Apr-2026 - Gandhidham 16580 views
૮૦૦ કરોડની GST ચોરીના ગુનામાં હૈદ્રાબાદથી પકડાયેલાં બે આરોપીના જામીન નામંજૂર
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ૮૦૦ કરોડથી વધુ રકમની GST ચોરીના આરોપસર Director General of GST Intelligence (DGGI)ના ગાંધીધામ રીજનલ યુનિટે હૈદ્રાબાદથી ઝડપેલાં બે આરોપીની નિયમિત જામીન અરજી ગાંધીધામ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. DGGIના ગાંધીધામ એકમે ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ હૈદ્રાબાદથી દુદ્દા સુમન લક્ષ્મણ રેડ્ડી અને જી. મદન રેડ્ડીની GST Act Section 132 (1) a હેઠળ ધરપકડ કરી હતી.

DGGIનો આરોપ છે કે ઈ કોમર્સ વેબસાઈટના ઓઠાં તળે કે.ગૌથમ રેડ્ડી નામના સૂત્રધારે ઓનલાઈન રીયલ મની ગેમિંગની પ્રવૃત્તિ શરૂ કરેલી.

ગેમ રમતાં પ્લેયરોના નાણાં જમા કરાવે તે માટે દુદ્દા રેડ્ડી, જી. મદન રેડ્ડી અને જી. જયાક્રિષ્ના રેડ્ડીએ કાગળ પર ભળતી નકલી કંપનીઓ (શેલ કંપનીઝ) ઊભી કરી, તે કંપનીઓના નામે જીએસટી નંબર મેળવીને બેન્કોમાં ખાતાં ખોલાવેલાં. આ રીતે ત્રણે જણે સૂત્રધારને મદદ કરેલી.

ગાંધીધામ યુનિટે હૈદ્રાબાદમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને બેઉ આરોપીની ધરપકડ કરી તે સમયે આરોપીઓએ મોબાઈલ ફોન સહિતના ઈલેક્ટ્રોનિક પુરાવાને સગેવગે કરી તેનો નાશ કરવા પ્રયાસ કરેલો. તપાસમાં બહાર આવેલું કે ઓનલાઈન ગેમીંગ એક્ટિવીટી અંતર્ગત શેલ કંપનીઓના ખાતાંમાં ૨૦ અબજ ૧૧ કરોડ ૭ લાખથી વધુ રકમ જમા થયેલી.

આ રકમ પર ૮૦૦ કરોડથી વધુ રકમનો GST ભરપાઈ કરવાનો થાય છે જે તેમણે ભરપાઈ કર્યો નહોતો.

ગાંધીધામના નવમા અધિક સેશન્સ જજ એલ.ડી. વાઘે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતો ગંભીર આર્થિક અપરાધ હોવાનું તેમજ આરોપીઓ જામીન પર છૂટે તો પુરાવા તથા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે તે સહિતના મુદ્દે તારણો રજૂ કરીને બેઉની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં DGGI વતી વિશેષ સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીએ દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
ભુજના રાયધણપર ગામે નજીવી બાબતે વરનોરાના હથિયારધારી યુવકોનો હુમલો, પથ્થરમારો
 
અદાણી ગૃપ કચ્છની ૧૧ ITIનો કરશે કાયાકલ્પઃ ઉદ્યોગોની જરૂર મુજબ છાત્રોને આપશે તાલીમ
 
ગાયનેકથી લઈને ગાયક સુધીની સફરઃ શેર માટીની ખોટ પૂરતા તબીબનો વતનની માટીનો પ્રેમ