click here to go to advertiser's link
Visitors :  
04-Apr-2026, Saturday
Home -> Gandhidham -> 7 Bootleggers Booked Under PASA and Shunted to Different Jails
Wednesday, 11-Feb-2026 - Gandhidham 30333 views
પૂર્વ કચ્છમાં સામટાં સાત બૂટલેગરો પર પાસાનો કોરડો વીંઝાયોઃ વિવિધ જેલમાં ધકેલાયાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં લાંબા સમયથી દારૂના વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં એકસાથે સાત બૂટલેગરો પર પાસાનો કોરડો વીંઝાયો છે. પોલીસે કરેલી દરખાસ્તને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મંજૂરી આપ્યા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ સાતે બૂટલેગરોની પાસામાં અટકાયત કરી તેમને અમદાવાદ, વડોદરા અને સુરતની જેલોમાં ધકેલી દીધા છે.

પાસા તળે અંદર થયેલા બૂટલેગરોમાં સચિન ઊર્ફે સતલો વિનોદભાઈ ચૌહાણ (રહે. નવાવાસ, ગળપાદર), નિખિલ ઊર્ફે નીકલો બીજલભાઈ વીરડા (રહે. નવાવાસ, ગળપાદર), નરેન્દ્રગીરી ઊર્ફે પપ્પુ પ્રેમગીરી ગોસ્વામી (ભવાનીનગર, ગળપાદર), રમેશ ઊર્ફે જીવણ હિરાભાઈ ભરવાડ (નવા પરાવાસ, પલાંસવા), વિપુલ ઊર્ફે વિશાલ લક્ષ્મણભાઈ પટેલ (રહે. સહારાનગર, ગળપાદર), રણજીતસિંહ ભારાજી સોઢા (બાપુનગર, ભચાઉ) અને નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા (રહે. અયોધ્યાપુરી, રાપર)નો સમાવેશ થાય છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન.એન. ચુડાસમા અને પીએસઆઈ ડી.જી. પટેલના માર્ગદર્શનમાં સાતે’ય જણને દબોચી લેવાયાં છે.   

Share it on
   

Recent News  
દહીંસરામાં વાછરડાંના કતલ કેસમાં બેઉ ભાઈ જામીનમુક્તઃ હવે સત્ય શોધશે ગાંધીનગર FSL
 
સસરાંએ ભચાઉ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી કે ઘરે આવેલી વહુ લૂંટેરી દુલ્હન છે!
 
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી