click here to go to advertiser's link
Visitors :  
28-Jun-2025, Saturday
Home -> Gandhidham -> 15 Year Old Girl Kidnapped and Raped in Adipur Nirbhaya-Like Incident
Friday, 27-Jun-2025 - Aadipur 7495 views
આદિપુરમાં નિર્ભયાકાંડ જેવી ઘટનાથી ચકચારઃ ૧૫ વર્ષની કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આદિપુરના શિણાય નજીક પ્રેમી યુગલને પોલીસના નામે દમદાટી આપીને બે હજાર રૂપિયા પડાવવાની ઘટના હજુ તાજી છે ત્યાં આ જ મોડસ ઓપરેન્ડીથી બે શખ્સે ૧૫.૯ વર્ષની કિશોરીને હવસનો ભોગ બનાવતાં ચકચાર મચી ગઈ છે. દિલ્હીના ચકચારી નિર્ભયાકાંડ જેવી ઘટના અંગે મોડી રાતે કિશોરીના ભાઈએ બે અજાણ્યા આરોપી સામે આદિપુરમાં ફરિયાદ નોંધાવી હતી. આદિપુર પોલીસે પોક્સો, અપહરણ સહિતની ભારેખમ કલમો હેઠળ ગુનો દાખલ કરીને બેઉ યુવકને ઝડપવા પ્રયાસો શરૂ કર્યાં હતા.
બંને શખ્સો પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ગુનાનો ભોગ બનનાર કિશોરી તેના પરિચિત કિશોર વયના યુવક સાથે સાંજે સાડા સાતના અરસામાં શનિદેવ મંદિરથી શિણાય તરફ જતી હતી ત્યારે એકાએક બે અજાણ્યા યુવકે તેમને આંતર્યાં હતા.

બેઉ જણને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને એક જણો કિશોરીને તેની સ્કુટી પર બેસાડીને અને બીજાએ તેના બાઈક પર છોકરાને બેસાડીને અપહરણ કરેલું.

સ્કુટી લઈને અજાણ્યો શખ્સ થોડેક આગળ ટેકરા જેવી નિર્જન જગ્યાએ કિશોરીને લઈ ગયેલો અને તેની સાથે શારીરિક દુષ્કર્મ આચરવા પ્રયાસ કર્યો હતો. કિશોરીએ સખ્ત ઈન્કાર કરતાં હવસખોરે તેને ધમકી આપેલી કે ‘તને મારીને અહીં જ દાટી દઈશ અને જો તાબે નહીં થાય તો હું મારા બીજા દોસ્તોને અહીં બોલાવીશ અને તેઓ પણ તેની સાથે આવું કરશે’

હવસ સંતોષી કિશોરીને રોડ પર મૂકી ફરાર

કિશોરીએ શારીરિક બળજબરીનો પ્રતિકાર કરવા પ્રયાસ કરેલો જેમાં તેને સંવેદનશીલ ભાગમાંથી લોહી નીકળવા માંડેલું. આથી હવસખોર શખ્સે કિશોરી પાસે હસ્તમૈથુન અને મુખમૈથુન કરાવીને હવસ સંતોષી હતી. આ દરમિયાન તેનું વીર્ય કિશોરીના કપડાં પર પડ્યું હતું. હવસ સંતોષીને અજાણ્યો શખ્સ કિશોરીને સ્કુટી પર બેસાડીને અંજાર તરફ નાયર પેટ્રોલ પંપ પાસે રસ્તા પર ઉતારીને નાસી ગયો હતો.

કિશોરે બાઈક પાડી દેતાં બીજો શખ્સ નાસી ગયો

કિશોરી સાથે રહેલાં છોકરાને બીજો યુવક બાઈક પર બેસાડીને શનિ મંદિર પાસેથી પસાર થતો હતો તે સમયે છોકરાએ બાઈક પાડી દીધું હતું. ગભરાઈ ગયેલો યુવક નંબર પ્લેટ વગરનું બ્લેક સુઝુકી બાઈક ત્યાં જ પડતું મૂકીને નાસી ગયો હતો.

Share it on
   

Recent News  
પ્લેન ક્રેશમાં મરણ પામેલા દહીંસરાના યુવકના DNA મેચઃ ૧૬મા દિવસે ગામમાં અંતિમવિધિ
 
આદિપુરમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારા અંજારના બે યુવકોને પોલીસે ઝડપ્યાં
 
ભુજમાં અજાણ્યા શખ્સને ૧૦૦ રુપિયા આપવા ઈન્કાર કરાતાં નેપાળી યુવક પર ઘાતક હુમલો