click here to go to advertiser's link
Visitors :  
16-Jul-2025, Wednesday
Home -> Gandhidham -> Aadipur police and LCB arrests two accused involved in minors rape case
Saturday, 28-Jun-2025 - Aadipur 25849 views
આદિપુરમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારા અંજારના બે યુવકોને પોલીસે ઝડપ્યાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આદિપુરના શિણાય નજીક ૧૫.૯ વર્ષની કિશોરીને પોલીસના નામે દમદાટી આપી, તેનું અપહરણ કરી નિર્જન જગ્યાએ જઈને દુષ્કર્મ આચરનાવાના ગુનામાં આદિપુર પોલીસ અને LCBએ બે દિવસની અંદર બંને શખ્સોને ઝડપી પાડ્યાં છે. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરીને મહેશ ઊર્ફે ડાભલો મોતીભાઈ કોલી (૨૬, રહે. કોલીવાસ, વિજયનગર, અંજાર) અને તેના સાગરીત સંદીપગર ઘનશ્યામગર ગુંસાઈ (૨૫, નવકાર હોમ્સ, મેઘપર કુંભારડી, અંજાર)ની ધરપકડ કરી લીધી છે.

ભોગ બનનાર કિશોરી ગુરુવારે સાંજે સાડા સાતના અરસામાં પરિચિત કિશોર સાથે જતી હતી ત્યારે સ્કુટી અને બાઈક પર આવેલા મહેશ અને સંદીપે બેઉને આંતરીને પોલીસના નામે ધમકાવ્યાં હતા.

બંનેને પોલીસ મથકે લઈ જવાનું કહીને મહેશ કિશોરીને સ્કુટી પર અને સંદીપ કિશોરને બાઈક પર બેસાડીને અપહરણ કરેલાં.

મહેશે કિશોરીને નિર્જન ટેકરા જેવી જગ્યાએ લઈ જઈને, ધાક-ધમકી આપી હેવાનિયત આચરીને હવસ સંતોષી હતી. મોડી રાત્રે બનાવ અંગે જાણ થતાં જ આદિપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી જઈ આરોપીઓને દબોચી લેવા સઘન તપાસ શરૂ કરી દીધી હતી.

મહેશ કોલી અગાઉ પણ બાઈક ચોરી અને ચેઈન સ્નેચિંગના વિવિધ ગુનાઓમાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે. બંનેને આવતીકાલે રિમાન્ડ પર લઈને પોલીસ ઘટનાસ્થળે ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરે તેવી શક્યતા છે.

LCB પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ ડી.જી. પટેલ તથા આદિપુરના પીઆઈ એમ.સી. વાળા અને પીએસઆઈ આર.એમ. ડુવા સહિતના સ્ટાફે બંને શખ્સોને ઝડપી લેવા ભારે દોડધામ કરી હતી.

Share it on
   

Recent News  
મહિને ૨૦ હજાર માંગતા VTV ને INDIA TVના બે તોડબાજ પત્રકારની ‘ચાકી’ LCBએ ઢીલી કરી
 
બુલેટ ટ્રેન શરૂ થાય ત્યારે ખરી પણ કંડલામાં દેશની પહેલી મેગ્નેટિક રેલ દોડશે
 
માંડવીઃ પિતા પુત્ર પર ઍસિડ એટેક બદલ આધેડને સેશન્સે પાંચ વર્ષનો કારાવાસ ફટકાર્યો