કચ્છખબરડૉટકોમ,ભુજઃ કચ્છના જિલ્લા મથક ભુજના રેલવે સ્ટેશનનું કરોડોના ખર્ચે રીડેવલોપમેન્ટ થઈ રહ્યું છે. ત્યારે, આજે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રએ ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી છે. મિશ્રએ રેલવે સ્ટેશન પર ચાલી રહેલી વિવિધ કામગીરી નિહાળ્યાં બાદ રેલવે અધિકારીઓ સાથે કામગીરીની પ્રગતિનું મૂલ્યાંકન કરીને તેને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો છે.
મિશ્રએ ભુજ નિર્માણાધીન મુખ્ય રેલવે સ્ટેશનની ઈમારત, સરક્યુલેટીંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને મુસાફરોની સુવિધા માટે નિર્માણ પામી રહેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્લેટફોર્મ ૧થી ૩, ફૂટ ઓવર બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજીને રિડેવલોપમેન્ટના કામને ઝડપી બનાવી સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. જીએમની મુલાકાત સમયે ગાંધીધામ એઆરએમ ગાંધીધામ આશિષ ધાનિયા સહિતના અન્ય રેલવે અધિકારી જોડાયાં હતાં.
Share it on
|