click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Bhuj -> Wellknown Doctor Of Bhuj Duped Of Rs. 41 Lakh In Online Share Trading Scam
Monday, 09-Jun-2025 - Bhuj 20447 views
સાયબર ચીટરોની જાળમાં ફસાઈ ભુજના જાણીતા ડૉક્ટરે ૩૫ દિવસમાં ૪૧ લાખ રૂપિયા ગુમાવ્યા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘અમારી ટીપ્સ મુજબ શેર માર્કેટમાં ઓનલાઈન ટ્રેડિંગ કરીને ઊંચુ વળતર મેળવો’ તેવી જાહેરાત જોઈને સાયબર ક્રિમિનલ્સની જાળમાં ફસાયેલા ભુજના જાણીતા ડૉક્ટરે ૩૫ દિવસમાં ૪૧ લાખ રૂપિયા ગુમાવ્યાં છે. શહેરના હોસ્પિટલ રોડ પર ખાનગી હોસ્પિટલ ધરાવતા એમ.ડી. તબીબ ડૉ. આનંદ બી. ચૌધરીએ છેતરપિંડી અંગે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ૧૫ માર્ચે ફેસબુક પર સર્ફ કરતાં કરતાં તેમની નજરે ફોરેક્સ ટ્રેડિંગની જાહેરખબર પડી હતી.
શરૂઆતમાં ત્રણ લાખ રૂપિયા જમા કરાવ્યા

જાહેરાતમાં આપેલા નંબર પર ડૉક્ટરે સંપર્ક કરતાં સાયબર ચીટરોએ તેમને એક લિન્ક અને એક મોબાઈલ નંબર મોકલ્યો હતો. લિન્ક મારફત તેમણે તેમનું રજિસ્ટ્રેશન કરાવેલું. ચીટરોએ આપેલા નંબર પર વાત કરતા સંહિથા રેડ્ડી નામની વ્યક્તિએ પોતે કેટાલિસ્ટ માર્કેટ લિમિટેડ કંપનીની મેમ્બર હોવાની ઓળખાણ આપીને IDFC બેન્કનો એક ખાતા નંબર આપીને તેમાં મિનિમમ ત્રણ લાખ રૂપિયા જમા કરાવવા અને રૂપિયા જમા કરાવ્યા બાદ તે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકશે તેમ જણાવેલું. જેથી તબીબે ત્રણ લાખ રૂપિયા જમા કરાવતાં તે રકમ તેમના ઓનલાઈન વૉલેટ (ખાતા)માં આવી ગઈ હતી.

પ્રોફિટ જોઈ ડૉક્ટરે વધુ ૨૧ લાખ જમા કરાવ્યા

ડૉક્ટરે કંપનીની ટીપ્સ મુજબ ટ્રેડિંગ શરૂ કરેલું અને તેમાં સારો પ્રોફિટ થવા માંડેલો. તમામ રકમ તેમના વૉલેટમાં જમા થતી હતી. સંહિથા રેડ્ડીએ ડૉક્ટરનો ફરી સંપર્ક કરીને જો તમે હજુ વધુ રૂપિયા વૉલેટમાં જમા કરાવીને ટ્રેડિંગના વધુ સ્લૉટ મેળવશો વધુ ફાયદો થશે તેમ કહેતાં ડૉક્ટરે સૌપ્રથમ જમા કરાવેલા ત્રણ લાખ ઉપરાંત ટૂકડે ટૂકડે વધુ ૨૧ લાખ મળી ૨૪ લાખ જમા કરાવ્યા હતા.

નાણાં ઉપાડવાના પ્રયાસમાં વધુ ૧૭ લાખ ભર્યાં

થોડાંક દિવસો ટ્રેડિંગ કર્યાં બાદ સારો પ્રોફિટ બૂક થતાં ડૉક્ટરે વૉલેટમાંથી નાણાં ઉપાડવા પ્રયાસ કરેલો. જો કે, કરન્સી ડિફરન્સ ચાર્જ સહિત વિવિધ ચાર્જના બહાને ચીટરોએ તેમની પાસે વધુ ૧૭ લાખ ૬ હજાર રૂપિયા જમા કરાવડાવ્યા હતા. ત્યારબાદ પણ તેમને નાણાં પરત મળ્યાં નહોતાં.

તમારું પેમેન્ટ કંપનીની એડવાઈઝરી કમિટી સમક્ષ છે અને ત્યાંથી એપ્રુવલ મળ્યાં બાદ નાણાં વિડ્રૉ કરાવી શકશો તેવા બહાના કર્યાં હતા.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું પામી ગયેલા ડૉક્ટરે ૨૦ એપ્રિલના રોજ ઓનલાઈન સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ આપી હતી. જેના પગલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?