click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Bhuj -> Tractor overturned near Khavda Two dies and four injured
Tuesday, 10-Jun-2025 - Khavda 7823 views
ખાવડા RE પાર્ક નજીક ટ્રેક્ટર પલટી ગયુંઃ બે શ્રમિકના મોતઃ ડ્રાઈવર સહિત ચાર ઘાયલ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં પ્રાણઘાતક અકસ્માતોની અવિરત વણઝાર વચ્ચે ખાવડાના રિન્યૂએબલ એનર્જી પાર્ક નજીક આવેલી સેલ કંપનીમાં મજૂરો ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ જતાં બે જણનાં મોત નીપજ્યાં છે, ચાર જણ ઘવાયાં છે. સોમવારે સવારે સાડા સાતના અરસામાં બનાવ બન્યો હતો. કંપનીમાં કામ કરતો ઠેકેદાર જગરામ ચૌધરી ટ્રેક્ટરમાં પાંચ મજૂરોને બેસાડીને સાઈટ પર જતો હતો.
ડ્રાઈવરના ફૂટ રેસ્ટ પાસે રહેલો વેઈટેજ બેલ્ટ નીચે પડતો હોઈ જગારામે ચાલુ ટ્રેક્ટરે એક હાથ વડે બેલ્ટને લઈ ટ્રેક્ટરમાં મૂકવા પ્રયાસ કર્યો હતો. તે સમયે સંતુલન ખોરવાતાં ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જઈ પલટી ખાઈ ગયું હતું.

દુર્ઘટનામાં ગંભીર ઈજાથી ટ્રેક્ટરમાં સવાર શંકર લખુરામ મેઘવાલ અને ઓમપ્રકાશ હકમારામ જાટ (બંને રહે. બાડમેર, રાજસ્થાન)ના મોત નીપજ્યાં હતા જ્યારે ચાલક જગરામ મેઘવાલ, મદન મેઘવાલ, કપિલ મેઘવાલ, સેરારામ મેઘવાલને હળવી મધ્યમ ઈજાઓ થતાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. બનાવ અંગે ખાવડા પોલીસે મદન મેઘવાલે આપેલી ફરિયાદના આધારે ચાલક જગરામ ચૌધરી સામે બેદરકારીપૂર્વક પૂરઝડપે ટ્રેક્ટર હંકારી પ્રાણઘાતક અકસ્માત સર્જવાની કલમો તળે ફરિયાદ દાખલ કરી છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?