click here to go to advertiser's link
Visitors :  
18-Jul-2026, Saturday
Home -> Bhuj -> Two youths lost their lives in a tragic road accident near Bhuj and Deshalpar
Friday, 17-Jul-2026 - Bhuj 1907 views
ભુજમાં મધરાતે બોલેરોની ટક્કરે ટ્રિપલસવારી એક્ટિવાસવાર યુવકનું ગંભીર ઈજાથી મોત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ અને તાલુકાના દેશલપર પાસે સર્જાયેલાં બે જુદાં જુદાં માર્ગ અકસ્માતમાં બે યુવકોના અકાળે મૃત્યુ થયાં છે. ભુજમાં ગત મોડી રાત્રે બે-અઢીના અરસામાં કોમર્સ કોલેજ રોડ પર હોન્ડા શો રૂમ સામે બોલેરોએ સામેથી એક્ટિવા પર ટ્રિપલ સવારી આવી રહેલા યુવકોની ગાડીને ટક્કર મારતાં ૨૬ વર્ષના યુવકનું ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું.

મરણ જનાર અરૂણસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ભુજના ગણેશનગરમાં રહેતો હતો અને મૂળ સુરેન્દ્રનગરના મૂળીનો વતની હતો. દુર્ઘટનામાં એક્ટિવા પર સવાર રાજેશ નટવરલાલ સુથાર અને અજયસિંહ ઊર્ફે ખેંગારસિંહ જાડેજા નામના બે યુવકોને પણ ઈજાઓ પહોંચી હતી. બેઉ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશલપર પાસે ઈનોવાની ટક્કરે ઘાયલ યુવકનું મોત

 ગત ૮મી જૂલાઈના રોજ ભુજ નલિયા હાઈવે પર દેશલપર ચેકપોસ્ટ પાસે ઈનોવા કારની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલાં અશ્વિન ખમીશા ઊર્ફે બાબુ કોલી (રહે. ડાકડાઈ, ભુજ)નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે મૃત્યુ નીપજ્યું છે. અશ્વિન તેના પિતરાઈ ભાઈ રોહિત કોલી સાથે મોટર સાયકલ પર નખત્રાણાના વડવા (કાયા)થી પોતાના ગામ તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે રાત્રે સવા નવ વાગ્યે સામેથી પૂરઝડપે આવી રહેલી ટોયોટા ઈનોવા કારે (નંબર GJ-27 BS-5551) ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયો હતો. ઘટના અંગે માનકૂવા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક અશ્વિનનો મોટો ભાઈ ભચુ છ માસ અગાઉ મૃત્યુ પામ્યો હતો. તેના મૃત્યુના લીધે ત્રણ માસૂમ સંતાનોએ પિતાની છાયા ગુમાવી દીધી 

Share it on
   

Recent News  
૪૦ હજારની લાંચ લઈ ફરાર થયેલા PSIનું આત્મસમર્પણઃ બે દિ’ના રીમાન્ડ બાદ જેલહવાલે
 
વરસામેડીના જમીન મામલામાં હવે ભત્રીજાએ કાકા સહિત બે સામે ફોર્જરીની નોંધાવી ફરિયાદ
 
જાયે તો જાયે કહાં! સાયબર માફિયા ચીરઈના વેપારીને ૪.૯૩ લાખનો ચૂનો ચોપડી ગયાં