click here to go to advertiser's link
Visitors :  
29-Sep-2026, Tuesday
Home -> Bhachau -> Where Do We Go Now Cyber Mafias Fleece Chirai Trader of Rs 4.93 Lakh
Wednesday, 15-Jul-2026 - Bhachau 37491 views
જાયે તો જાયે કહાં! સાયબર માફિયા ચીરઈના વેપારીને ૪.૯૩ લાખનો ચૂનો ચોપડી ગયાં
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ સાયબર ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પોલીસ ફરિયાદ સ્વરૂપે બહાર આવ્યો છે. ભચાઉના મોટી ચીરઈના કરિયાણાના દુકાનદારના બેન્ક ખાતામાંથી બારોબાર ૪.૯૩ લાખ રૂપિયા ઉપડી ગયાં છે. ફરિયાદી ગિરિરાજસિંહ ઝાલાએ પોલીસને જણાવ્યું કે તે HDFC બેન્કની ભચાઉ શાખામાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવે છે અને તે ખાતાં સાથે લિન્ક ક્રેડિટ કાર્ડ વાપરે છે.

ગઈ ત્રીજી અને ચોથી જૂનના રોજ અજાણ્યા સાયબર માફિયાઓએ ક્રેડિટ કાર્ડ સાથે લિન્ક થયેલો તેનો મોબાઈલ નંબર બદલી નાખીને બારોબાર તેમનો મોબાઈલ નંબર લિન્ક કરી દઈને ૪.૯૩ લાખ રૂપિયાના જુદાં જુદાં ટ્રાન્ઝેક્શન કરીને તેને ચૂનો ચોપડ્યો હતો.

ફરિયાદીએ ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ ચેક કરવા જ્યારે મોબાઈલમાં બેન્કની એપ ખોલી ત્યારે તેનો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોવાનું માલૂમ પડેલું.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે તેણે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે ફોન યા મેસેજ અથવા લિન્ક પર કદી કોઈ OTP, CVV, PIN, પાસવર્ડ કે નેટ બેન્કિંગની ગોપનીય માહિતી શૅર નથી કરી. બનાવ અંગે ફરિયાદીએ તરત નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર રજૂઆત કરેલી. આજ દિન સુધી રૂપિયા પરત મળ્યાં નથી. ઉલ્લેખનીય છે કે થોડાંક માસ અગાઉ આ જ રીતે અંજારના દિયર ભાભીના બેન્ક ખાતામાંથી ૬.૫૨ લાખ રૂપિયા ઉપડી ગયેલાં.

આ પ્રકારના સાયબર ફ્રોડ બેન્કિંગ સિસ્ટમના સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ અંગે ગંભીર સવાલ સર્જી રહ્યાં છે.
Share it on
   

Recent News  
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
 
‘ઉપરની’ ભલામણ અને પ્રસાદીના પગલે માંડવીના વાંઢમાં બોક્સાઈટની બિન્ધાસ્ત ચોરી
 
ઈંગ્લિશ દારૂના ૪૬ ગુનાનો ‘મોસ્ટ વોન્ટેડ’ બૂટલેગર ઝડપાયોઃ LCBનું ‘ઓપરેશન ખોજ’