કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં છેડાયેલા સાર્વત્રિક મેઘ મલ્હાર વચ્ચે ભુજની ભાગોળે નાગોર નજીક પાણી ભરેલાં ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મૃત્યુ નીપજ્યાં છે. આજે બપોરે સાડા બારથી પોણા એક વાગ્યાના અરસામાં ભુજના નાગોર ફાટક નજીક પનવેલ પાર્કની પાછળ વાડી વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી. મરણ જનાર ૧૮ વર્ષિય હમીદાબાઈ અબ્દુલ્લા સમા અને ૧૬ વર્ષિય નાની બહેન અફસાના સમા બેઉ પાણી ભરવા ગઈ હતી.
પાણી ભરેલો મોટો ખાડો જોઈને બેઉ તેમાં નહાવા પડી હતી. જો કે, ધારણાથી વિપરીત ખાડો ખૂબ ઊંડો હતો અને બેઉ બહેનો ડૂબી ગઈ હતી.
એકાદ કલાકની જહેમત બાદ બેઉ દીકરીના મૃતદેહને બહાર કાઢી પિતા અબ્દુલ્લા સાલે સમા જી.કે. જનરલ હોસ્પિટલ લઈ ગયા હતાં. દરમિયાન, ભુજના રુદ્રાણી ડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યાં છે. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
Share it on
|