કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહીને ખાવડાના રીન્યૂએબલ એનર્જી (આરઈ) પાર્ક ખાતે એન્જિનિયર તરીકે નોકરી કરતા ઝારખંડના યુવકે આપઘાત કરી લીધો છે. ૩૧ વર્ષિય શશિકુમાર ટેકલાલ મહંતોએ આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં ભુજની લાલ ટેકરી પાસે આવેલા ક્લાસિક કોમ્પ્લેક્સના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક મૂળ ઝારખંડના હઝારીબાગનો રહેવાસી હતો. શશિકુમારની બૉડીને લઈને મિત્ર અભિજીત મહંતો બપોરે બે વાગ્યે જી.કે. જનરલ હોસ્પિટલ પહોંચ્યો હતો પરંતુ તબીબે તેને સારવાર પૂર્વે મૃત જાહેર કર્યો હતો. અભિજીતે જણાવ્યું કે શશિકુમાર છેલ્લાં છ માસથી આરઈ પાર્કમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. આત્મહત્યાના કારણ અંગે અભિજીતે અજાણતા દર્શાવી છે. પોલીસે એક્સિડેન્ટલ તરીકે નોંધ પાડી બનાવની તપાસ શરૂ કરી છે.
Share it on
|