click here to go to advertiser's link
Visitors :  
24-Jul-2026, Friday
Home -> Bhuj -> Two Caught With 96 Gram Heroin worth Rs 19.30 Lakh in Bhuj
Thursday, 23-Jul-2026 - Bhuj 1112 views
પંજાબથી હેરોઈન ખરીદી ભુજમાં ઘરાક શોધવા આવેલી બેલડી ૧૯.૩૦ લાખના હેરોઈન સાથે પકડાઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં ઊંચા ભાવે હેરોઈનનું વેચાણ કરીને કમાવા માટે આવેલા પંજાબ-રાજસ્થાનના બે યુવકો SOGના હાથે ઝડપાઈ ગયાં છે. બેઉ જણ પાસેથી પોલીસે ૧૯.૩૦ લાખ રૂપિયાની કિંમતનું ૯૬.૫ ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. રાત્રે SOG અને ભુજ એ ડિવિઝનની ટીમ ભુજના વિવિધ ગેસ્ટ હાઉસના રજિસ્ટરની તપાસ કરી રહી હતી ત્યારે ભુજના વાણિયાવાડ નજીક નીલકંઠ ગેસ્ટ હાઉસના રૂમ નંબર ચારમાં હરપ્રીતસિંઘ અને રામજશ ઊર્ફે રમેશ નામના બે પરપ્રાંતીય યુવકો રોકાયાં હોવાનું જાણવા મળેલું.
SOGએ બેઉ જણને ઉઠાડીને પૂછપરછ કરી અંગજડતી લેતાં હરપ્રીતસિંઘ બલવિન્દરસિંઘ (ઉ.વ. ૪૨, રહે. ફિરોઝપુર, પંજાબ)ની પેન્ટના ખિસ્સામાંથી ૯૬.૫ ગ્રામ હેરોઈન ભરેલું પ્લાસ્ટિક પાઉચ મળી આવ્યું હતું.

પોલીસે ગહન પૂછપરછ કરતાં બહાર આવ્યું કે હરપ્રીતસિંઘ અગાઉ પણ માદક દ્રવ્યોના વેચાણના ગુનામાં પંજાબ પોલીસના હાથે ઝડપાયેલો છે. દોઢેક વર્ષ અગાઉ તે ફિરોઝપુરની જેલમાં હતો ત્યારે તેનો જોબનપ્રીત નામના અન્ય એક આરોપી સાથે પરિચય થયેલો. હરપ્રીત સાથે રોકાયેલો રામજશ ઊર્ફે રમેશ ગોદારા (બિશ્નોઈ) (ઉ.વ. ૨૫, રહે. જોધપુર, રાજસ્થાન) પણ માદક દ્રવ્યોના વેચાણના ગુનાનો આરોપી છે. રામજશ અગાઉ ભુજમાં કામ કરતો હોઈ ભુજથી પરિચિત હતો.

મિત્ર રામજશના કહેવાથી હરપ્રીતસિંઘ જોબનપ્રીત પાસેથી સોમવારે ૧.૧૦ લાખ રૂપિયામાં ચિટ્ટા (હેરોઈન) ખરીદીને તેને વેચવા માટે તેની જોડે ભુજ આવેલો.

હરપ્રીતે ફિરોઝપુરથી સાબરમતિ રેલવે સ્ટેશનની ટ્રેન પકડેલી અને રામજશ બિકાનેરથી ટ્રેનમાં બેસી સાબરમતિ આવેલો. ગઈકાલે બેઉ પટેલ ટ્રાવેલ્સની બસમાં બેસીને ભુજ ઉતરીને ગેસ્ટ હાઉસમાં રોકાયેલાં. હરપ્રીતસિંઘે પંજાબથી ૧.૧૦ લાખ રૂપિયામાં હેરોઈન ખરીદેલું પરંતુ સરકારી ચોપડે ૧ ગ્રામ હેરોઈનની ૨૦ હજાર રૂપિયા કિંમત લેખે ૯૬.૫ ગ્રામ હેરોઈનનું મૂલ્ય ૧૯.૩૦ લાખ થઈ ગયું છે.

Share it on
   

Recent News  
વીજ ચોરી બદલ બાંભણકાની બ્લોક ફેક્ટરીના માલિકને ૩ વર્ષનો કારાવાસ, ૫.૪૧ લાખનો દંડ
 
રાહુલની ધરપકડ, જેન ઝીના પર બર્બરતાનો વિરોધઃ ભુજમાં કોંગ્રેસના ચક્કાજામ, દેખાવો
 
મુંદરાના કોંગી નગરસેવક સામે ૫૦.૮૩ લાખની છેતરપિંડીની ફરિયાદઃ પોલીસે કરી અટકાયત