click here to go to advertiser's link
Visitors :  
23-Jul-2026, Thursday
Home -> Bhuj -> Congress stage protest in Bhuj Over NEET Paper leak and police brutality in Delhi
Wednesday, 22-Jul-2026 - Bhuj 978 views
રાહુલની ધરપકડ, જેન ઝીના પર બર્બરતાનો વિરોધઃ ભુજમાં કોંગ્રેસના ચક્કાજામ, દેખાવો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દિલ્હીમાં વડાપ્રધાનના આવાસ સામે ધરણાં પર ઉતરેલાં રાહુલ ગાંધી સહિતના નેતાઓને રસ્તા પરથી ઢસડીને બળજબરીપૂર્વક અટક કરી હટાવવાની ઘટનાના વિરોધમાં આજે ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ભારતની આઝાદીના ઈતિહાસમાં પહેલીવાર વિપક્ષના નેતા તથા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓના આંદોલનને પોલીસના ડંડાના જોરે કચડી નાખવાના પ્રયાસોનો આકરો વિરોધ કરીને કોંગ્રેસે મોદી સરકારના રાજીનામાની માગ કરી છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલના નેતૃત્વમાં ભુજમાં કલેક્ટર કચેરી પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજીને થોડીકવાર માટે રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. કોંગ્રેસે NEET પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તત્કાળ રાજીનામું માગ્યું છે. કોંગ્રેસે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માગ સાથે પેપર લીકમાં સંકળાયેલા દોષીતો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

દિલ્હીના જંતર મંતર પર વિરોધ કરી રહેલાં છાત્રો પર અમાનુષી અત્યાચારની ઘટનાએ આખા દેશની જનતામાં ભયંકર આક્રોશ સર્જ્યો છે. વિદ્યાર્થીનીઓ સાથે ડંડા વડે અશ્લીલ હરકતો કરતાં વીડિયો સાથે પોલીસે અનેક યુવતીઓ અને યુવકો સાથે કરેલી ડંડાવાળીના વીડિયો, રીલ્સના સોશિયલ મીડિયા પર ઘોડાપૂર ઉમટ્યાં છે.

આંદોલન અંગે ગોદી મીડિયા અને આઈટી સેલના જૂઠ્ઠાણાં સમાચારો, ફેક ન્યૂઝના હવાતિયા આ ઘોડાપૂરમાં તણાઈ ગયાં છે. દેશભરમાં અનેક સ્થળે લોકો સ્વયંભૂ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. નસિરુદ્દીન શાહ, વિશાલ દાદલાણી, સ્વરા ભાસ્કર, શબાના આઝમી સહિતના વિવિધ સેલિબ્રિટીએ પણ ખુલીને છાત્રોને ટેકો જાહેર કર્યો છે. 

જે લોકો દિલ્હી નથી જઈ શક્યા તેવા દેશભરના અનેક લોકો ઝોમેટો અને સ્વિગી જેવી એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરીને જંતર મંતર પર આંદોલન કરી રહેલાં છાત્રો માટે ભોજનના પાર્સલ કરીને કશુંક કર્યાનો સંતોષ માની રહ્યાં છે.

વિદેશોમાં વસતાં અનેક ભારતીયો ત્યાં દેખાવો યોજી રહ્યાં છે. ગોદી ટીવી ચેનલો અને સરકારી માઉથપીસ બની ગયેલાં છાપાંના સફેદ જૂઠ્ઠાણાં, ભ્રામક સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પરની રીલ્સ, યુટ્યુબ ચેનલો, ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ્સ, વિદેશી મીડિયાના અહેવાલોના આધારે જેન ઝીની સાચી વાતો અને આક્રોશ દેશની જનતાના હૃદય સુધી સીધો સચોટ રીતે પહોંચી રહ્યો છે. 

Share it on
   

Recent News  
મુંદરાના કોંગી નગરસેવક સામે ૫૦.૮૩ લાખની છેતરપિંડીની ફરિયાદઃ પોલીસે કરી અટકાયત
 
ગાંધીધામમાં ધોળા દિવસે વેપારીને ગોંધી, છરીની અણીએ ૨૦ લાખનો હવાલો મેળવાયો
 
લ્યો કરો વાત! ચોરોના ભાવિનો નિર્ણય કરતા જજસાહેબનું જ બાઈક ચોરો હંકારી ગ્યા!!