click here to go to advertiser's link
Visitors :  
09-Feb-2026, Monday
Home -> Bhuj -> Two brothers jailed for molesting minor and attacking her brother in Bhuj
Monday, 09-Feb-2026 - Bhuj 1695 views
ભુજમાં કિશોરીની છેડતી અને તેના મોટા ભાઈ પર હુમલાના કેસમાં બે સગાં ભાઈને કારાવાસ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કિશોરીની છેડતી કરીને તેના ભાઈ પર છરીથી હુમલો કરવાના ગુનામાં ભુજની ખાસ પોક્સો કૉર્ટે બે સગાં ભાઈને કારાવાસ ફટકાર્યો છે. કૉર્ટે મુખ્ય આરોપી સરફરાઝ ઊર્ફે હેરી રમજુ મમણ (ઉ.વ. ૨૦)ને પાંચ વર્ષની અને તેના ભાઈ આફતાબ ઊર્ફે ભાભો (ઉ.વ. ૨૪, બંને રહે. સંજયનગરી, કામરુદેશ, ભુજ)ને મદદગારી કરવા બદલ એક વર્ષની કેદની સજા ફટકારી છે.
કિશોરીને બાથ ભરી નિકાહ કરવા જણાવેલું

૧૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બનાવ બન્યો હતો. ગુનાનો ભોગ બનનાર ઘરના આંગણાંમાં વાસણ ધોતી હતી ત્યારે બેઉ ભાઈ ત્યાં ધસી આવેલાં. સરફરાઝે પીડિતાનો હાથ પકડીને, માથા પરની ઓઢણી ખેંચી લઈને તેને કહેલું કે ‘તું મારી સાથે નિકાહ કરી લે, નહિંતર તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ’ હોબાળાના પગલે ફરિયાદી ભાઈ ઘર બહાર દોડી આવતા સરફરાઝે ‘હું તારી બેન જોડે નિકાહ કરવા માગું છું’ કહીને પીડિતાને બાથ ભરી લીધી હતી. પીડિતાના પરિવારે સરફરાઝની ચુંગાલમાંથી તેને છોડાવેલી.

ભાઈને ચાના પૈસા ચૂકવવા કહી હુમલો કરેલો

ઘટનાના એક કલાક બાદ પીડિતાનો ભાઈ ઘર બહાર ચાની હોટેલ પર ગયેલો ત્યાં ફરી બેઉ ભાઈ ત્યાં આવેલાં. સરફરાઝે તેને કહેલું કે ‘તું અમારો સાળો થવાનો છે, ચા પીવા પૈસા આપ’ પૈસા આપવા ઈન્કાર કરતાં બેઉ ભાઈએ ગાળો ભાંડી તેને મુઢ માર મારીને છરીથી હુમલો કરેલો. સરફરાઝે છરીથી હુમલો કરતાં પીડિતાના ભાઈને હાથના અંગુઠા અને પગની સાથળમાં ઈજા પહોંચી હતી. ફરિયાદમાં જણાવાયેલું કે ત્રણેક માસ અગાઉ પીડિતા દુકાને સામાન લેવા તેમજ નમાઝ પઢવા જતી હતી ત્યારે સરફરાઝે રસ્તામાં તેનો હાથ પકડીને છેડતી કરેલી. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને બેઉ ભાઈ સામે ગુનો દાખલ થયેલો.

આરોપી ભાઈઓ વિરુધ્ધ ૮ દસ્તાવેજી પુરાવા અને ૭ સાક્ષી રજૂ કરાયેલાં. પોક્સો કૉર્ટના વિશેષ જજ જે.એ. ઠક્કરે આ કેસમાં પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ મુખ્ય આરોપી સરફરાઝને દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જ્યારે, ગુનામાં મદદગારી બદલ તેના ભાઈ આફતાબને એક વર્ષની કેદ ફટકારી છે.

કૉર્ટે ગુનાનો ભોગ બનનારને પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા ડી.એલ.એસ.એ.ને ભલામણ કરી છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
અબડાસાનો રીઢો શખ્સ લોકોમાં પ્રભાવ પાડવા ઈન્ડિયન આર્મી જેવી જીપ્સી વાપરતો હતો!
 
ગાંધીધામઃ સ્પીડના નશામાં બે યુવકોને મોત આપનાર યુવકોનું પોલીસે કાઢ્યું જાહેર સરઘસ
 
ગાંધીધામમાં હિટ એન્ડ રનના બનાવ અંગે અનેક સવાલોઃ પોલીસનો એક જ જવાબ ‘તપાસ ચાલુ છે’