click here to go to advertiser's link
Visitors :  
06-May-2026, Wednesday
Home -> Bhuj -> Two abandoned mobile phone found in Palara Jail during surprise check
Thursday, 03-Oct-2024 - Bhuj 33671 views
ભુજની પાલારા ખાસ જેલમાંથી વધુ એકવાર બે બિનવારસી મોબાઈલ ફોન ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મોબાઈલ ફોનની ‘ખાણ’ બની રહેલી ભુજની પાલારા ખાસ જેલમાંથી વધુ એકવાર અમદાવાદની જડતી સ્ક્વૉડને આકસ્મિક ચેકિંગ દરમિયાન બે બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યા છે. વીવો કંપનીના બંને મોબાઈલ ફોન વિમલ ગુટખાના થેલા ઉપર રાખવામાં આવ્યાં હતાં. બંને ફોન ચાલું હાલતમાં છે, એક ફોન સીમ કાર્ડ સાથેનો છે અને બીજો ફોન સીમ કાર્ડ વિનાનો છે.

ગત સાંજે સાડા સાતના અરસામાં જડતી સ્ક્વૉડે ચેકિંગ હાથ ધરતાં સર્કલ નંબર ૦૨, યાર્ડ નંબર ૧૧, બેરેક નંબર ૯ પાસેથી બેઉ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. જડતી સ્ક્વૉડે બેરેકમાં રહેલા કાચાં કામના ૧૬ કેદી અને પાસાના ૩ અટકાયતીઓની પૂછપરછ કરેલી પરંતુ તમામે મોબાઈલ ફોન અંગે અજાણતા દર્શાવેલી. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુધ્ધ પ્રિઝન એક્ટ તળે ફરિયાદ નોંધાવાઈ છે.

Share it on
   

Recent News  
આડા સંબંધોના ડખામાં મા-દીકરી જોડે ગેરવર્તાવ કરનાર ૪ સગાં ભાઈને ૩થી ૧ વર્ષની કેદ
 
કોંગ્રેસ ઉમેદવારની તરફેણ બદલ રાપરમાં સિમેન્ટ વિક્રેતાને માર મારી લૂંટ કરાઈ
 
માધાપરમાં ચૂંટાયેલી ભાજપ સમર્થિત પંચાયતે હજારો લોકોનું પાણી બંધ કરી દીધું!