કચ્છખબરડૉટકોમ, ભુજઃ તહેવારો ટાણે ભુજમાં સવારથી લઈ રાત સુધી લોકોની ભારે ચહલપહલ રહે છે. ત્યારે, આજે સમી સાંજે છ વાગ્યાના અરસામાં શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક પર ત્રણ જણે ફિલ્મી ઢબે ધોકાથી હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. ઘાયલ યુવકને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ભુજ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ ઈજા પામનાર ૩૫ વર્ષિય ફિરોજ કાદર મજરૂન સેજવાળા માતમ એરીયામાં રહે છે અને રીક્ષા તથા કલરકામ કરી રોજગાર રળે છે. ફિરોજના પુત્રએ હોસ્પિટલમાં ત્રણ અજાણ્યા શખ્સોએ તેના પિતા પર ધોકાથી હુમલો કર્યો હોવાનું લખાવ્યું છે. પ્રાથમિક તપાસમાં નાણાંની લેતી-દેતી મામલે હુમલો થયાનું જણાતું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
Share it on
|