કચ્છખબરડૉટકોમ, ભુજઃ સામખિયાળી ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર નોન ઈન્ટરલોકિંગ કામના કારણે ગુરુ અને શુક્રવારે ભુજ તથા ગાંધીધામથી ઉપડતી ચાર ટ્રેન રદ્દ કરી દેવાઈ છે. અમદાવાદ ડિવિઝન દ્વારા આ બ્લોક જાહેર કરાયો છે. બ્લોકના કારણે ૨૯ મેના અમદાવાદથી ઉપડી ભુજ આવતી નમો ભારત રેપિડ રેલ કેન્સલ કરાઈ છે. તેથી બીજા દિવસે સવારે એટલે કે ૩૦ મેના રોજ ભુજથી અમદાવાદ જતી વળતી ટ્રીપ રદ્દ થઈ ગઈ છે. ૨૯ અને ૩૦ મે એમ બે દિવસ સુધી ભુજથી રાજકોટ જતી ઈન્ટરસીટી પણ રદ્દ રહેશે. એ જ રીતે, ૨૯ અને ૩૦ મેના બે દિવસ પૂરતી ગાંધીધામ પાલનપુર ગાંધીધામ ટ્રેન પણ રદ્દ રહેશે. તો, ૨૮ અને ૨૯ મેના રોજ જોધપુરથી ઉપડી ગાંધીધામ આવતી એક્સપ્રેસ બંને દિવસ રદ્દ રહેશે. જેથી, ગાંધીધામથી ૨૯ અને ૩૦ મેના રોજ દોડનારી વળતી ટ્રીપ પણ કેન્સલ થઈ છે.
Share it on
|