click here to go to advertiser's link
Visitors :  
30-May-2025, Friday
Home -> Bhuj -> SMC bust online cricket satta batting racket in Bhuj Arrests one bookie
Wednesday, 28-May-2025 - Bhuj 9936 views
SMCએ ભુજમાં બીજીવાર દરોડો પાડી ચાલતી કારમાં ઓનલાઈન સટ્ટો રમાડતાં બુકીને ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં ખાખીની સૂચક નિષ્ક્રિયતાથી બેફામ રીતે ચાલતાં દારૂ જુગારના ધંધા પર છેલ્લાં થોડાંક સમયથી નિર્લિપ્ત રાયના નિર્દેશથી સ્ટેટ મોનિટરીંગ સેલએ ફોકસ કર્યું છે. ગત રાત્રે ભુજ શહેરમાં વધુ એકવાર ત્રાટકીને SMCએ ઓનલાઈન સટ્ટા બેટિંગનો પર્દાફાશ કર્યો છે.

બાતમીના આધારે SMCની ટીમે ભુજના હમીરસર સરોવરના કાંઠે ખેંગારપાર્ક ત્રણ રસ્તા પાસે વૉચ ગોઠવી ચાલતી કારમાં સટ્ટો રમાડતા ભુજના ૪૩ વર્ષિય સ્મિત કૈલાસભાઈ ગણાત્રા (ઠક્કર) (રહે. ઓધવ રેસિડેન્સી, ભુજ)ને ઝડપી પાડ્યો છે.

સ્મિત પાસે રહેલા મોબાઈલ ફોનની તપાસ કરતાં હિમાંશુ કિલિંગર નામના શખ્સે આપેલી બે માસ્ટર આઈડીમાંથી ૨ કરોડ ૬૫ લાખ ૨૬ હજાર ૯૪૦નું બેલેન્સ મળી આવ્યું છે.

સ્મિત પાસેથી કટિંગ આઈડી મેળવી સટ્ટો રમતાં અન્ય નવ ખેલીઓના ટૂંકા નામ મોબાઈલ નંબર મળી આવ્યાં છે. જેમાં વિશાલ માહેશ્વરી વાણિયા રહે. મુંબઈ, ગની બજાર (રહે. નલિયા), સલીમ (નલિયા), જયદીપ શાહ (રહે. નલિયા), આનંદ રાજ (નલિયા), આકાશ (રહે. ભુજ), પારસ અને અન્ય ત્રણ મોબાઈલ નંબરવાળા સટોડિયાઓનો સમાવેશ થાય છે. આરોપી સ્મિતના કબજામાંથી SMCએ ૧૦ હજાર ૨૦૦ રોકડાં રૂપિયા, ૬૦ હજારનો મોબાઈલ ફોન, પાંચ લાખની કાર મળી ૫.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરી સ્મિત ઉપરાંત હાજર ના મળેલાં અન્ય દસ લોકો વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સરકાર તરફે જુગારધારા તેમજ નાના સંગઠિત અપરાધ સબબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૨ (૨) હેઠળ ફરિયાદ નોંધાવી છે.

બબુના ફોનમાં પણ હિમાંશુની માસ્ટર આઈડી હતી

દોઢેક માસ અગાઉ ચોથી માર્ચની રાત્રે SMCની ટીમે આ જ રીતે ભુજ શહેરમાં દરોડો પાડીને ચાલતી કારે ઓનલાઈન સટ્ટો રમાડતાં મીત ઊર્ફે બબુ કાન્તિલાલ ઠક્કરને ઝડપી પાડ્યો હતો. તેના ફોનમાંથી હિમાંશુ કિલિંગરની માસ્ટર આઈડી મળી આવી હતી. જો કે, હિમાંશુ આજ દિન સુધી હાથ આવ્યો નથી. હિમાંશુ નામનો શખ્સ વિદેશ રહેતો હોવાની શક્યતા છે.

કોઈનું તપેલું ચઢશે કે પછી સેફ પેસેજ આપી દેવાશે?

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દોઢ-પોણા બે માસમાં ભુજ સીટીમાં દરોડો પાડીને કરોડોના સટ્ટા બેટીંગ રેકેટનો બીજી વખત પર્દાફાશ કર્યો છે. કરોડોના દારૂના કારોબાર પર પડતાં દરોડાને સમાંતર એસએમએસીની આ કાર્યવાહી પશ્ચિમ કચ્છમાં બિન્ધાસ્ત અને બેફામ રીતે ચાલી રહેલી અસામાજિક બદીઓનો નિર્દેશ આપી રહી છે. હવે આ કિસ્સામાં બેજવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક એક્શન લેવાય છે કે પછી ‘બબુડા’ના કિસ્સામાં જેમ કેટલાંક ખાસ અધિકારીઓને ‘સેફ પેસેજ’ આપી દેવાયો હતો તેવો કંઈ ખેલ થાય છે તે જોવું રહ્યું.

Share it on
   

Recent News  
ભારત પાક. વચ્ચે તણાવ સહિતના કારણે જાસૂસીમાં પકડાયેલા BSF જવાનને જામીનનો ઈન્કાર
 
ભુજ કૉર્ટે ૩ પાકિસ્તાનીને બે વર્ષની સખ્ત કેદ ફટકારીઃ સપ્તાહ પછી સજા પૂરી થઈ જશે!
 
‘એક્ટિવા ઝડપથી પસાર કરી દો’ કહેવા બદલ ગળપાદરમાં ત્રિપુટીએ રેલવે ગેટમેનને માર્યો