માધાપરમાં પોલીસ સ્ટેશનમાં જ બે જૂથ આમને સામને આવી ગયાં! ભારે ઝપાઝપી અને હોબાળો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપરની મતિયા કોલોનીમાં મહેશ્વરી સમાજના જ બે જૂથ વચ્ચે કોઈક બાબતે ડખ્ખો થતાં આ ડખ્ખો પોલીસ સ્ટેશન સુધી લંબાતા જોવા જેવી થઈ હતી.
Video :
રાત્રે બેઉ સમાજના જૂથો ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને દોડી જતાં પોલીસ સ્ટેશનમાં જ ફરી આમને-સામને આવી ગયાં હતાં. દ્રશ્યો પરથી જણાય છે કે બેઉ જૂથના કેટલાક યુવાનો આમનેસામને આવી જતાં ઝપાઝપી થઈ હતી.
ભારે હો હા અને હોબાળા વચ્ચે પોલીસ સ્ટેશનના સ્ટાફે બંને જૂથના ટોળાંને પોલીસ સ્ટેશનથી રવાના કરી દીધાં હતાં. સૂત્રોના દાવા મુજબ માધાપર જૂનાવાસના સરપંચ નારણભાઈ મહેશ્વરીના કેટલાંક પરિચિત લોકો અને સમાજના જ અન્ય લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં થયેલી મહિલાઓ અને યુવાનોની ઝપાઝપી તથા હોબાળાના દ્રશ્યોની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ છે. પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી. ગઢવીએ જણાવ્યું કે હજુ સુધી બેઉમાંથી કોઈ પક્ષે ફરિયાદ નોંધાવી નથી, ટોળાંને વીખેરી દેવાયું છે.