ભુજ એ ડિવિઝન પોલીસનો કાફલો બપોરે મોહિતને કૉલેજના ગેટ બહાર ઘટનાસ્થળે લઈ આવ્યો હતો. લંગડી ચાલે ચાલતાં મોહિતે પોતે કેવી રીતે અહીં આવ્યો હતો, ક્યાં ઊભો હતો, કેવી રીતે હુમલો કર્યો હતો વગેરે ઘટનાક્રમ વર્ણવી બતાડ્યો હતો.
આ ઘટનાના પગલે આજની યુવા પેઢી અને છાત્રોમાં વધેલી આક્રમક્તા, સોશિયલ મીડિયાની આડઅસરો, શાળા કોલેજોની સુરક્ષા વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દા સમાજના પ્રબુધ્ધ વર્ગમાં ચર્ચા અને ચિંતનનો વિષય બન્યા છે. બનાવના પગલે ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના હોદ્દેદારોએ પણ તંત્ર સમક્ષ આવી ઘટનાઓ નિવારવા હેતુ વિવિધ પગલાં લેવા રજૂઆતો કરી છે.