click here to go to advertiser's link
Visitors :  
08-Jun-2026, Monday
Home -> Bhuj -> Ruckus at Sanghvi Hospital in Bhuj Trio Assaults Police Constable
Monday, 08-Jun-2026 - Bhuj 4469 views
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ખાનગી હોસ્પિટલમાં માથાકૂટ કરી રહેલા ત્રણ જણે હોસ્પિટલ પરનો ગુસ્સો પોલીસ કોન્સ્ટેબલ પર ઉતારી તેને માર માર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઘટના અંગે પોલીસ કોન્સ્ટેબલે પિતા પુત્ર સહિતના ત્રણે સામે મુઢ માર મારીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.

ભુજની ભાગોળે મિરજાપર રોડ પર આવેલી સંઘવી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગત રાત્રે કોઈક કારણોસર ૧૧.૩૦ વાગ્યે ત્રણ જણ રોષે ભરાઈને હોસ્પિટલના સિક્યોરીટી સ્ટાફ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરવા માંડેલાં.

ભુલાખાન નામનો યુવક મોબાઈલ કાઢીને હોસ્પિટલના સ્ટાફનો વીડિયો રેકોર્ડ કરવા માંડતા સિક્યોરીટીએ તેને રેકોર્ડીંગ કરતો અટકાવીને પોલીસને જાણ કરેલી.

જેના પગલે ૧૧૨ જનરક્ષકની ટીમ હોસ્પિટલે દોડી ગયેલી. પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશ ભરવાડે દરમિયાનગીરી કરીને ભુલાખાન નામના યુવકને ગાડીમાં બેસી પોતાની સાથે આવવા જણાવતાં મામલો બીચક્યો હતો. ભુલાખાન સાથે તેના પિતા અબ્દુલ હાલેપોત્રા અને સિરાઝખાન સુમાર ફકીર મળી ત્રણે જણ પોલીસ કોન્સ્ટેબલ જોડે ગાળો ભાંડીને બોલાચાલી કરવા માંડેલાં.

ઉશ્કેરાઈને તેમણે કોન્સ્ટેબલ દિનેશ ભરવાડને મુઢ માર મારીને શર્ટનો કૉલર પકડી નીચે પાડી દેવા પ્રયાસ કરેલો. એટલું જ નહીં, ખોટો કેસ કરીને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપેલી.

બબાલના પગલે કોન્સ્ટેબલે ૧૧૨ની અન્ય ટીમને સ્થળ પર બોલાવી લીધી હતી.ત્રણે સામે મોડી રાત્રે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. જો કે, શા કારણથી આ લોકોનો હોસ્પિટલ સ્ટાફ જોડે બખેડો થયેલો તે અંગે હોસ્પિટલ તરફથી કશી સત્તાવાર વિગતો અપાઈ નથી.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત
 
મોખાણાના જમીન કૌભાંડમાં વધુ એક આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ