કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સ્ટેશન રોડ પર મુસાફિર ખાના સામે આવેલા હિરા પન્ના કોમ્પ્લેક્સમાં આવેલી પેઈન્ટસની દુકાનનું શટર ઊંચુ કરી ૧ લાખ રૂપિયાની ચોરી થઈ છે. ભાંગતી રાત્રે ૪.૧૦થી ૪.૨૫ના ૧૫ મિનિટના સમયગાળામાં અજાણ્યો શખ્સ દુકાનમાં પ્રવેશીને ચોરી કરી ગયો હોવાનું દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. રાત્રિ પેટ્રોલીંગ કરી રહેલાં હોમગાર્ડ જવાનોએ શટર ઊંચુ થયેલું જોઈને દુકાન માલિક અબ્બાસ ચૌહાણને ફોન કરીને જાણ કરતાં તેઓ તુર્ત જ દોડી આવ્યાં હતાં. અજાણ્યો શખ્સ શટરના તાળાં તોડવાના બદલે કોઈક હથિયારથી શટરને ઊંચુ કરીને અંદર ઘૂસ્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે અજ્ઞાત ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|