click here to go to advertiser's link
Visitors :  
21-Sep-2026, Monday
Home -> Bhuj -> Political Hostility in Bhuj Elder brother of Party Worker Threatened and Robbed
Tuesday, 21-Apr-2026 - Bhuj 57443 views
ભુજમાં AIMIMના કાર્યકરના ભાઈને ધાક ધમકીઃ નાસ્તાની હાથલારીનો વકરો ઝૂંટવી લેવાયો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પ્રચાર જંગ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ચૂંટણીના વેરઝેરમાં હવે લોકો ગમે તે હદે ઉતરી રહ્યાં છે. ભુજમાં નગર પાલિકાના વૉર્ડ નંબર એકમાં ઊભાં રહેલાં AIMIM પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરતા કાર્યકરના મોટાભાઈ જોડે હરીફ પાર્ટીના ઉમેદવારે ધાક-ધમકી કરી રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી ઝુબેર મણિયાર ભુજમાં ભારતનગર ચોકડી પાસે નાસ્તાની હાથલારી ધરાવે છે.

ઝુબેરનો નાનો ભાઈ સાજીદ AIMIM પાર્ટીનો કાર્યકર છે. AIMIMએ નગર પાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર એકમાં ચાર ઉમેદવારો ઊભાં રાખ્યાં છે અને સાજીદ તેમનો પ્રચાર કરે છે.

આ બાબતની અદાવત રાખીને ભી઼ડ નાકે ચાંદ ચોકમાં રહેતા અલ્તાફ અબ્દુલ મોખાએ ઝુબેરની હાથલારીએ આવીને તારો ભાઈ અમારી પાર્ટીના ઉમેદવારો વિરુધ્ધ પ્રચાર કરે છે તેને સમજાવી દેજે અને તારે અહીં લારી ઊભી રાખવી હોય તો મને મહિને બે હજારનો હપ્તો આપવો પડશે નહિંતર તને અને તારા ભાઈને પતાવી દઈશ કહીને હાથલારીના ગલ્લામાં રહેલો વકરો લૂંટી લીધો હતો. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે જણાવ્યું કે જે રજૂઆત થઈ તે મુજબ ગુનો નોંધ્યો છે.  સાચી હકીકત તપાસ બાદ સ્પષ્ટ થશે. 

Share it on
   

Recent News  
સરહદી કચ્છમાં વગર યુધ્ધે અચાનક તમામ ગામોમાં અડધો કલાક અંધારપટ કરી દેવાયો
 
નકલી પાસપોર્ટ વિઝા પર ભારતમાં ગેરકાયદે રહેતી નાઈજીરિયન મહિલાને ૨ વર્ષની સખ્ત કેદ
 
LCBએ વાડીમાં JCBની મદદથી દિવાલ તોડાવીને ૧૮.૭૧ લાખનો દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો