click here to go to advertiser's link
Visitors :  
18-Oct-2026, Sunday
Home -> Bhuj -> POCSO Court Sentence 25 Year RI to Man and 20 Year RI to Parents to Rape Convict
Saturday, 17-Oct-2026 - Bhuj 2900 views
કિશોરીના દુષ્કર્મ કેસમાં યુવકને ૨૫ વર્ષ અને માતા-પિતા, બનેવીને ૨૦ વર્ષનો કારાવાસ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ૧૭.૬ વર્ષની કિશોરીનું લગ્નના ઈરાદે ક્રેટા કારમાં અપહરણ કરી, વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં ભુજની ખાસ પોક્સો કૉર્ટે મુખ્ય આરોપીને ૨૫ વર્ષનો સખ્ત કારાવાસ ફટકાર્યો છે. ગુનામાં મદદગારી બદલ યુવકના માતા પિતા અને બનેવીને ૨૦-૨૦ વર્ષની કેદ સાથે તમામને કુલ દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બનાવ અંગે દોઢ વર્ષ અગાઉ ૨૨-૦૪-૨૦૨૫ના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

ભુજના ગુલામશા ઈબ્રાહિમશા સૈયદ (ઉ.વ. ૫૮) અને તેમની પત્ની શેરબાનુ (ઉ.વ. ૫૩) તેમના ૨૨ વર્ષના પુત્ર સલમાનની ભોગ બનનાર કિશોરી સાથે નિકાહ કરવા માવતરને અવારનવાર દબાણ કરતાં હતા. દીકરીની ઊંમર નાની હોઈ નિકાહ કરવાનો માવતરે ઈન્કાર કર્યો હતો.

લગ્ન કરવાનો ઈન્કાર કરવાની અદાવત રાખીને આરોપીઓએ એકસંપ કરી સગીરાને લગ્નની લાલચ આપી ક્રેટા કારમાં મુંદરા લઈ ગયેલાં. મુંદરામાં રહેતા સલમાનના બનેવી અકરમશા મામદશા સૈયદ (ઉ.વ. ૩૦)એ છૂપાવા માટે એક મકાનની વ્યવસ્થા કરી રાખી હતી

આ મકાનમાં કિશોરીને રખાઈ હતી. દરમિયાન, સલમાન કિશોરીને અજમેર લઈ ગયેલો. અજમેરથી પરત મુંદરા લઈ આવી બનેવીએ રખાવેલા મકાનમાં કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ફરિયાદ પક્ષે રજૂ થયેલાં ૫૬ દસ્તાવેજી આધાર અને ૧૬ સાક્ષીઓની જુબાનીના આધારે પોક્સો કૉર્ટના વિશેષ જજ એમ.એફ. ખત્રીએ ચારે આરોપીને પોક્સો અને BNS એક્ટની વિવિધ કલમો તળે દોષી ઠેરવી સજા ફટકારી છે. ગુનાનો ભોગ બનનાર પીડિતાને ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવા કૉર્ટે ભલામણ કરી છે. આ કેસમાં ફરિયાદ પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ પેરવી કરી હતી.

Share it on
   

Recent News  
અંધારામાં ૭ કિ.મી. ચાલીને પધ્ધર પોલીસ નિર્જન રણમાં ચાલતી જુગાર ક્લબ પર ત્રાટકી
 
નખત્રાણાઃ નાગલપરની ઘરફોડના ગુનામાં ચોર સાથે ભાજપ આગેવાનનો કુખ્યાત ભત્રીજો ઝડપાયો
 
સસ્તાં સોનાના નામે ભુજની ઠગ ટોળકીએ મુંબઈગરાને ૧૨.૧૭ લાખમાં ‘નવડાવ્યો’