click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Bhuj -> One dead in deadly melee 31 people from both sides booked by police
Tuesday, 23-Sep-2025 - Bhuj 43916 views
બાઈવારી વાંઢના ધિંગાણામાં તલવારથી ઘાયલ આધેડનું મોતઃ સામસામી ૩૧ સામે ફરિયાદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસા તાલુકાની અંતરિયાળ બાઈવારી વાંઢમાં રવિવારે સાંજે જમીનના મામલે જત સમાજના બે જૂથો વચ્ચે ખેલાયેલા હિંસક ધિંગાણામાં ઘાયલ આધેડનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલોટાયો છે. બે જૂથ વચ્ચેની હિંસક મારામારીમાં બંને પક્ષે ૨૦ જેટલા લોકોને મધ્યમ ગંભીર ઈજાઓ થઈ હતી અને બેઉ પક્ષે સામસામે પુરુષ અને મહિલાઓ સાથે ૩૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

તાલુકા મથક નલિયાથી ૪૨ કિલોમીટર દૂર આવેલી વાંઢમાં રહેતા જત સમુદાયના પરિવારો વચ્ચે તલવાર, કુહાડી, પાઈપ, લાકડીઓ અને છૂટાં પથ્થરોથી ધિંગાણું ખેલાયું હતું.

ખેતર પચાવી પાડવા સબબ એક શખ્સે નલિયા કૉર્ટમાં કરેલી ફરિયાદ મુદ્દે છેલ્લાં એક માસથી બંને પક્ષ વચ્ચે તણખાં ઝરતાં હતા.

દરમિયાન, તલવાર વડે થયેલા હુમલામાં ઘવાયેલાં ૫૫ વર્ષિય ભેગમામદ આમદ જતનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. ભેગમામદના પુત્ર સુલેમાને ગઈકાલે ૧૩ લોકો પર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ અંગે પૂર્વ આયોજીત ષડયંત્ર રચી, ગેરકાયદે મંડળી બનાવી, હિંસક હથિયારો ધારણ કરીને હુમલો કરવાની કલમો સાથે બંને પક્ષની ક્રોસ કમ્પ્લેઈન્ટ દાખલ કરી હતી.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?