click here to go to advertiser's link
Visitors :  
08-Sep-2026, Tuesday
Home -> Bhuj -> Neighbor Brutally Attacks Two Brothers Over Petty Dispute in Bhuj One in Critical Condition
Monday, 07-Sep-2026 - Bhuj 1861 views
ભુજમાં નજીવી બાબતે બે ભાઈ પર પડોશી યુવકનો ઘાતક હુમલોઃ એકની હાલત નાજૂક
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના નવી રાવલવાડી વિસ્તારમાં આવેલા હરસિધ્ધિનગરમાં આજે સાંજે નજીવી બાબતે પડોશીએ ઉશ્કેરાઈને બાજુમાં રહેતાં બે સગાં ભાઈ પર હુમલો કરી એક જણને છરીથી ગંભીર ઈજા પહોંચાડી છે. છરીથી ગંભીર રીતે ઘવાયેલાં ૩૭ વર્ષિય યુવકને ગંભીર હાલતમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આજે સાંજે સાડા છના અરસામાં બનાવ બન્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઘર પાસે બાળકોના રમવાના મુદ્દાને લઈને બે પડોશી પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો.

જેમાં શિવમ કરસનભાઈ સોલંકી નામના શખ્સે ભાવુભા પિધાનજી રાઠોડ (ઉ.વ. ૫૨) અને હિંમતજી પિધાનજી રાઠોડ (૩૭) પર છરી વડે હુમલો કર્યો હતો. હિંમતજીને શરીરે છરીના એકથી વધુ ગંભીર ઘા વાગ્યા હોઈ તેની હાલત નાજૂક દર્શાવાઈ રહી છે. ભાવુભાને હાથમાં ઈજા પહોંચી છે. ઘટના અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભચાઉ પોલીસ અને PGVCLની સંયુક્ત સ્ટ્રાઈકઃ ૨૦ આરોપીના મકાનોના લંગર કટ કર્યાં
 
વરસામેડીના લખ્ખુની હત્યા બાદ લાશના બે ટુકડા કરી પત્નીનો પ્રેમી તળાવે ફેંકી આવેલો
 
આદિપુરઃ ગામને નશીલી દવાના રવાડે ચઢાવનારો ‘ચાયવાલા ફાર્માસિસ્ટ’ અંતે NDPSમાં ફીટ