click here to go to advertiser's link
Visitors :  
15-Aug-2026, Saturday
Home -> Bhuj -> NCB shuts probe into 8 cases of abandoned drugs worth crores seized off Kutch coast
Tuesday, 07-Jul-2026 - Bhuj 20482 views
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ છેલ્લાં એક દાયકાથી કચ્છના સાગરકાંઠે કરોડો રૂપિયાની કિંમતના હેરોઈન, ચરસ, કોકેઈન જેવા ડ્રગ્ઝના પેકેટ્સ બિન વારસી હાલતમાં કોણ તરતા ફેંકી દે છે તે રહસ્ય કેવળ રહસ્ય જ બની રહ્યું છે. માદક દ્રવ્યોના ગંભીર કેસોની તપાસ કરતી કેન્દ્રીય પ્રીમિયર એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરૉને પણ આજ દિન સુધી તેની કશી ખબર પડી નથી.

૨૦૨૪માં NCBના અમદાવાદ ઝોનલ યુનિટમાં દાખલ થયેલાં કચ્છના આવા કરોડોની કિંમતના ડ્રગ્ઝ જપ્તીના ૮ કેસમાં કશી જ કડી ના મળતાં NCBએ તપાસ બંધ કરીને ભુજની ખાસ NDPS કૉર્ટમાં ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરીને કાયમી ધોરણે તેને બંધ કરી દીધા છે!

ઉલ્લેખનીય છે કે એપ્રિલથી સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન કચ્છના લખપત અબડાસાથી લઈ માંડવી સુધીના સાગરકાંઠા અને ક્રીકમાંથી બિનવારસી માદક દ્રવ્યોનો જંગી જથ્થો જપ્ત થાય છે.

આ સિલસિલો છેલ્લાં એક દાયકાથી ચાલ્યો આવ્યો છે પરંતુ આ માદક દ્રવ્યો દરિયામાં કોણ ફેંકી દે છે તેનું રહસ્ય આજ દિન સુધી ઉજાગર થયું નથી.

કચ્છના એક કહેવાતા અગ્રણી છાપાનો અમદાવાદસ્થિત કહેવાતો સિનિયર પત્રકાર ‘આધારભૂત સૂત્રો’ કે ‘ઉચ્ચ અધિકારીઓએ નામ  ના આપવાની શરતે જણાવ્યું’ તેમ લખીને આ બિનવારસી ડ્રગ્ઝ પાકિસ્તાનના ફલાણા ડ્રગ્ઝ માફિયાએ ઢીંકણા બંદર યા જહાજ મારફત ઈરાદાપૂર્વક ભારતીય જળ સીમામાં ફેંક્યુ હોવાના બેધડક ગપગોળા છોડતો હતો પરંતુ તેના એ ખાસ અહેવાલો કેવળ ઠંડા પહોરના ગપ્પાં જ હોવાનું આવા ક્લોઝર રિપોર્ટથી સ્પષ્ટ થાય છે.

Share it on
   

Recent News  
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ
 
અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં ૧૦ હજાર પ્રવાસીઓએ ઉડાન ભરી