click here to go to advertiser's link
Visitors :  
26-Jun-2025, Thursday
Home -> Bhuj -> Mumbai Fraudster Swindles 1.60 Lakh by Luring Victim with Sari Business Partnership
Tuesday, 24-Jun-2025 - Bhuj 5625 views
સાડીના ધંધામાં ભાગીદાર બનવા લાલચ આપી મુંબઈનો ગઠિયો ૧.૬૦ લાખ રૂપિયા હજમ કરી ગયો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘ડિઝાઈનર સાડીના હોલસેલ વ્યવસાયમાં પાર્ટ ટાઈમ કે ફૂલટાઈમ જોડાઈને દર મહિને સારી આવક મેળવો’ છાપામાં છપાતી આ ટચૂકડી જાહેરખબર વાંચીને જરાય ભરોસો કરતાં નહીં. જાહેરખબર જોઈને ભુજના મ્યુઝિક ટીચરે ૧.૬૦ લાખ રૂપિયા ગુમાવ્યાં છે. ગત પહેલી માર્ચે કચ્છના એક છાપામાં આ ટચૂકડી જાહેરખબર વાંચીને તેમાં નીચે લખેલા નંબર પર ભુજના સરકારી ચિલ્ડ્રન હોમમાં ખાનગી સંગીત શિક્ષક તરીકે નોકરી કરતા ભુજના વિક્રમસિંહ જાડેજાએ ફોન કરીને પાર્ટનર તરીકે જોડાવા રસ દર્શાવેલો.
ફોન ઉપાડનાર મુંબઈના સંદિપ રવજી છેડાએ પાર્ટનર તરીકે જોડાઈને દર મહિને સારું વળતર મળવાની લાલચ આપેલી.

૩૧ માર્ચના રોજ ભુજ આવેલો સંદિપ છેડા ફરિયાદીને રૂબરૂ મળેલો અને શહેરની માતૃછાયા શાળા સામે સંતોષી માતાના મંદિર નજીક બે દુકાનો બતાવી ત્યાં સાડીની હોલસેલ દુકાન શરૂ કરવાનું આયોજન હોવાનું જણાવેલું.

ફરિયાદી પાસેથી તેણે રોકાણ પેટે દોઢ લાખ રૂપિયા મેળવીને ફરિયાદીએ કરેલા રોકાણ તથા તેને મળનાર નફા અંગે એગ્રિમેન્ટ લખી આપેલું. ફરિયાદીને રોજ દુકાનમાં એક કલાક પૂરતો સમય આપીને બધો હિસાબ કિતાબ સંભાળવાની જવાબદારી રહેશે તેમ જણાવેલું.

દોઢ લાખ રૂપિયા આપ્યા બાદ અચાનક એક દિવસ સંદિપે માલ ખરીદવા માટે દસ હજાર રૂપિયાની જરૂર પડી હોવાનું ઉછીના નાણાં મેળવીને બીજા દિવસે પરત આપી દેવાનું વચન આપેલું. રૂપિયા મળ્યાં બાદ દુકાન શરૂ કરવા અંગે સંદિપે ગલ્લાંતલ્લાં શરૂ કરેલાં.

ફરિયાદીએ રૂપિયા પરત આપવા મુંબઈના સરનામે કાનૂની નોટિસો મોકલી પણ સરનામું બોગસ હોઈ નોટિસ પરત ફરી. એટલું જ નહીં, સંદિપે ફરિયાદીને વોઈસ ક્લિપ મોકલીને ‘તારે જ્યાં જવું હોય ત્યાં જા, હવે પછી મને મેસેજ ના કરતો’ કહીને ધમકી આપેલી. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, છાપામાં આવેલી ટ્રૉલી મોલ્સની આવી જ એક ટચૂકડી જાહેરખબર જોઈને ભુજના એક નિવૃત્ત તબીબે સાઠ લાખ ગુમાવ્યાં છે. ટૂંકસાર ફક્ત એટલો જ છે કે હવે છાપાઓમાં છપાતાં સમાચાર પર ભરોસો કરો કે ના કરો પણ આવી ટચૂકડી જાહેરખબરો પર ભરોસો કરતાં હજાર વખત વિચાર કરી લેજો.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં મોંઘી બ્રાન્ડના શરાબની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કારસ્તાન!
 
ભચાઉઃ RO પ્લાન્ટના માલિકે ગેરકાયદે જોડાણ લઈ ૯૩ લાખનું દોઢસો MLD પાણી ચોરી લીધું!
 
માનકૂવા PI PSI માટે જાણે ‘સૂળીનો ઘા સોયથી સર્યો’ SP, DySPની સમીક્ષા કોણ કરશે?