click here to go to advertiser's link
Visitors :  
01-Sep-2025, Monday
Home -> Bhachau -> Private RO Plant Owner Booked For Water Theft Of Rs 93 Lakh In Bhachau
Tuesday, 24-Jun-2025 - Bhachau 39873 views
ભચાઉઃ RO પ્લાન્ટના માલિકે ગેરકાયદે જોડાણ લઈ ૯૩ લાખનું દોઢસો MLD પાણી ચોરી લીધું!
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉમાં નર્મદાની પાઈપ લાઈનમાં ગેરકાયદે જોડાણ મેળવીને ચોરીનું પાણી પોતાના આર.ઓ. પ્લાન્ટ મારફતે વેચાણ કરીને એક શખ્સે ૯૩ લાખ રૂપિયાની પાણી ચોરી કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. બનાવ અંગે પાણી પુરવઠા વિભાગે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ૧૬૩ દિવસ સુધી પાણી ચોરી કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.

ભચાઉના સર્વે નંબર ૪૩માં ‘શીતલ વૉટર’ નામથી આર.ઓ. પ્લાન્ટ ધરાવતો હઠીસંગ ઊર્ફે હઠુભા રેવુભા (રહે. દરબારગઢ, ભચાઉ) નામનો શખ્સ પાણી ચોરી કરતો હોવાની પાણી પુરવઠા કચેરીને ફરિયાદ મળેલી. જેના આધારે પાણી પુરવઠાના ઇજનેરોની ટીમે સ્થળ પર જઈને તપાસ કરતાં તેઓ ચોંકી ઉઠ્યાં હતા.

હઠીસંગે નર્મદાની ૩૫૦ MM વ્યાસની લોધેશ્વર સેક્શનની પાઈપ લાઈનમાં ૫૦.૮ MM વ્યાસની પાઈપ વડે ગેરકાયદે કનેક્શન મેળવેલું. તપાસમાં બહાર આવ્યું કે આ શખ્સ પાંચ માસથી વધુ સમયથી પાણીની ચોરી કરતો હતો અને આ રીતે તેણે ૯૩ લાખ ૨૬૯૪ રૂપિયાના મૂલ્યનું ૧૫૦.૪૫ MLD પાણી ચોર્યું છે.

ચોરીનું પાણી તે અંગત ધંધાર્થે વાપરતો હતો. હઠીસંગ સામે પાઈપ લાઈનને નુકસાન પહોંચાડી, ગેરકાયદે પાણી જોડાણ મેળવીને અંગત ધંધાર્થે પાણી ચોરી કરી જાહેર હિતની યોજનાને નુકસાન પહોંચાડવા સબબ ભચાઉના નાયબ કાર્યપાલક ઇજનેર ગૌરવ માંડલિયાએ ભચાઉ પોલીસ મથકે વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
મોબાઈલ Appથી નેટ બેન્કિંગ કરતા હો તો રહેજો સાવધ: App હૅક કરી ૨.૨૨ લાખ ઉપડી ગયા!
 
દુબઈ સેટલ થયેલો ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયાની હેરફેરનો આદિપુરનો સૂત્રધાર ઝડપાયો
 
૩ કરોડની સરકારી જમીન દબાવનારા સામે લેન્ડગ્રેબિંગની અરજી છતાં ૧ વર્ષથી નિર્ણય નહી