click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Bhuj -> Money lender booked in Bhuj
Saturday, 07-Jun-2025 - Bhuj 16165 views
૧ લાખ સામે ૬ લાખ વસૂલવા છતાં વ્યાજખોર બેફામઃ ભુજનો વ્યાજખોર ફોજદારીમાં ફીટ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માસિક ૧૦ ટકા વ્યાજ લેખે એક લાખ રૂપિયા સામે છ વર્ષ દરમિયાન ૬ લાખ રૂપિયા વસૂલાવા છતાં મુદ્દલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં પ્રકાશ અનિલભાઈ બારોટ (રહે. સિમંધર સીટી, ત્રિમંદિર પાછળ) નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. ભુજના સ્ટેશન રોડ પર વાલ્મીકિવાસમાં રહેતા ૪૦ વર્ષિય કમલેશ મોહનભાઈ મકવાણાએ પ્રકાશ સામે પઠાણી ઉઘરાણી ઉપરાંત એટ્રોસીટી તળે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

છ વર્ષ અગાઉ ફરિયાદીના ઘરમાં મંદવાડ આવતા નાણાંની જરૂર ઊભી થતાં તેણે પ્રકાશ બારોટ પાસેથી ટૂકડે ટૂકડે માસિક ૧૦ ટકા વ્યાજ લેખે એક લાખ રૂપિયા મેળવ્યાં હતાં. છ વર્ષ દરમિયાન અત્યારસુધીમાં તેને માસિક હપ્તે ૬ લાખ રૂપિયા ચૂકવી આપ્યાં છે.

ગત મહિને ફરિયાદીએ આરોપીને માસિક હપ્તા આપવાનો ઈન્કાર કરતા પ્રકાશ ભુરાંટો થયો છે.

છેલ્લાં એક માસ દરમિયાન તેને વારંવાર ફોન પર ગાળાગાળી કરી ‘તું તો શું તારો બાપ પણ રૂપિયા ચૂકવશે’ કહીને દમદાટી આપેલી છે.

ફરિયાદી અને તેના પિતાના ઘરે રૂબરૂ જઈને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી જાતિ અપમાનિત કરીને ફરિયાદીની મોટર સાયકલ, મકાનની માગણી કરી રહ્યો છે.

રૂપિયા ના મળે તો અગાઉ બાંહેધરી પેટે આપેલાં ૮ ચેક બેન્કમાં વટાવી કેસ ઠોકવાની ધમકી આપી રહ્યો છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?