|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની અદાણી મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જી.કે. જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલા એ બ્લોકની ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર ૧૦૪માં રહેતી દેવાંગી મયૂરભાઈ પટેલ (ઉ.વ. ૨૧)એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દેવાંગીનો રૂમ સવારથી જ બંધ હોઈ ૧૧.૩૦ કલાકે બારીનો કાચ તોડી અંદર ડોકિયું કરાતાં તેણે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. દેવાંગી અમદાવાદના નિકોલમાં રહેતી હતી. તેના પરિવારજનોને જાણ કરાતાં રાત્રે તેઓ ભુજ દોડી આવ્યાં છે. કૉલેજ મેનેજમેન્ટે જણાવ્યું કે ઘટના દુઃખદ છે અને પોલીસ તપાસ કરી રહી છે. ભુજ બી ડિવિઝન પોલીસે આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ ના થયું હોવાનું જણાવ્યું છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ દેવાંગી ડિપ્રેશનથી પીડાતી હતી અને મનોચિકિત્સક પાસે તેની સારવાર પણ ચાલતી હતી.
Share it on
|