click here to go to advertiser's link
Visitors :  
18-Sep-2025, Thursday
Home -> Bhuj -> Man stabbed to death in broad daylight at Mamuara highway Paddhar
Thursday, 18-Sep-2025 - Paddhar 3764 views
ભુજના મમુઆરા પાટિયા પાસે સરાજાહેર ભરબપોરે માનકૂવાના યુવકની છરી મારી ઘાતકી હત્યા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના મમુઆરા ગામના પાટિયા પાસે આવેલી હોટેલ હસ્તિક નજીક સરાજાહેર ભરબપોરે ૨૭ વર્ષિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ છે. પધ્ધર પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. પરમાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ મોકલી આપી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ આજે બપોરે મરણ જનાર એઝાઝ બલોચ મોટર સાયકલ પર તેના કૌટુંબિક ભાઈ શાબાન અને મહોબત ખાનને પાછળ બેસાડી ટ્રીપલસવારી જતો હતો.

કોઈક કારણોસર હસ્તિક હોટેલ પાસે એઝાઝે જેવી બાઈક ઊભી રાખી કે શાબાન છરી વડે તેના પર તૂટી પડ્યો હતો. હુમલા બાદ શાબાન અને મહોબત ખાન બેઉ બાઈક લઈ નાસી છૂટ્યાં હતા.

એઝાઝને પેટ અને પીઠમાં છરીના જીવલેણ આડેધડ ઘા ઝીંકાતા ગંભીર ઈજાથી તે સ્થળ પર ફસડાઈ પડીને મૃત્યુ પામ્યો હતો.

ત્રણે યુવકો માનકૂવાના રહેવાસી છે. પધ્ધર પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભચાઉઃ જૂના કટારીયામાં ૬.૧૮ એકરનું ખેતર પચાવી પાડનારની લેન્ડગ્રેબિંગ હેઠળ ધરપકડ
 
સાળીના માથામાં કુહાડી ઝીંકી હત્યાનો પ્રયાસ કરનાર જીજાજીને સાત વર્ષનો કારાવાસ
 
ભુજ ભારાપરની વિવાદી જમીન અંગે કોંગ્રેસના આરોપ વચ્ચે મામલતદારના હુકમથી નવો વળાંક